<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પોલીસકર્મીઓને ફરજીયાત છત્રીનો ઉપયોગ કરવાની સુચના

પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર :પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ગરમીમાં મુસ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી

અમદાવાદ, તા.૨૧

અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ગરમીમાં મુસ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.

જેમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાણી , છાશ તથા ORS ની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન ટ્રાફિક કે અન્ય કામગીરી માટે પોલીસ કર્મચારીઓને બને ત્યાં સુધી વધારે સમય તડકામાં ઉભા ન રહેવા તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.તે સિવાય પોલીસ કર્મચારીઓને સ્પોર્ટ્સ કેપનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન મોડિકલ તકલીફ ધરાવતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ રાખી ફરજ સોંપવી તેમજ ખાસ તકેદારી રાખવા જણાવાયું છે

(9:58 PM IST)