<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

બાબદા ગામની સીમમાં આવેલ જમીન પચાવી પાડનાર બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગ નો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બાબદા ગામની સીમમાં આવેલી માલિકીની જમીન બે ભાઈઓ પરત નહિ આપી પચાવી પાડતા લેન્ડ ગ્રેબીંગ નો ગુનો દાખલ થયો છે
  મળતી માહિતી અનુસાર જોગનસિંગ જાલમસિંગભાઇ વસાવા, ધંધો- ખેતી( રહે. બાબદા, નિશાળ ફળીયુ, તા. દેડીયાપાડા )નાઓ આપેલી ફરિયાદ મુજબ (૧) જંયતી ભાઇ રામસિંગભાઇ વસાવા તથા (૨) પ્રતાપભાઇ રામસિંગભાઇ વસાવા (બંન્ને રહે. બાબદા, નિશાળ ફળીયુ. તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા )નાઓને જોગનસિંગ વસાવાએ બાબદા ગામની સીમમાં આવેલ પોતાની માલીકીવાળી જમીન જેનો જુનો સર્વે નંબર ૬૧ નવો સર્વે નંબર-૩૪૮ ક્ષેત્રફળ ૧- ૫૯-૦૮ હે.આરએ. ચોમી વાળી જમીનમાં સને-૧૯૮૯ થી આજ સુધી ૦-૧૯-૬૬ હે-આરે- ચોમી જેટલી જમીનમાં દબાણ કરી કબ્જો કરેલ હોય અને જમીન પરત સોંપવા માટે અવાર નવાર જણાવવા છતા ધાક ધમકીઓ આપી આજદિન સુધી આ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરેલ જમીન પરત નહીં આપી આ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી, કબ્જો જમાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

(10:10 PM IST)