<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

લગ્ન કરી સાસરે ગયેલી પુત્રવધૂ અલગ જાતિના હોવાથી સસરા ત્રાસ આપતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પાસેના ગામથી એક યુવતી નો મહિલા હેલ્પલાઇન પર કોલ આવતા તેણે જણાવેલ કે તેઓ અલગ જાતિના હોવાથી તેમના સસરા ભેદભાવ રાખી વ્યસન કરીને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપે છે અને મારવા માટે આવે છે મને અને મારા પતિને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે જેથી રાજપીપલા અભયમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને પક્ષો વચ્ચે અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું
   મળતી માહિતી અનુસાર યુવતીએ જણાવ્યું કે અમારા સમાજ ના રિત રિવાજ મુજબ પ્રેમ લગ્ન થયેલ. એક વર્ષ થયા અને બે મહિનાનું બાળક છે. અને હું અલગ જાતિમાંથી આવું છું. જેથી મારા સસરા મને ક્યારેય સારી રીતે સ્વીકારતા નથી અને લગ્ન થયે એક વર્ષથી તેઓ માનસિક ત્રાસ આપે છે. વ્યસન કરીને આવે અને ખરાબ અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપે છે અને મારવા માટે આવે છે. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. બાળક નાનું છે. આવી હાલતમાં અમે ક્યાં રહેવા જઈએ અને ઘર નો કોઈ પણ સામાન તેઓ વાપરવા દેતા નથી ખુબ જ ભેદભાવ રાખે છે. મારા બાળક સામે જોતા પણ નથી. વારંવાર તેઓ અપશબ્દો બોલીને ત્રાસ આપતા હોવાથી મે અભયમનો સંપર્ક કર્યો ત્યારબાદ સામાપક્ષને પૂછપરછ કરતા તેઓ જણાવતા કે તેઓ અલગ જાતિના છે અને ઘર પણ સંભાળી ના શકે ક્યારેય મને ખાવાનું કે પાણી પણ પૂછતા નથી. તો મારા ઘરમાં હું એમને કંઈ રીતે રહેવા દઉં, અને મારી મેહનતથી ઘરમાં વસ્તુઓ વસાવી છે માટે હું એમને વાપરવા માટે ના આપુ. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા તેમને શાંતિ પૂર્વક સમજાવ્યા અને કાયદાકિય સમજ આપી તેમજ જાતી અંગે ભેદભાવ ના રાખી વહુ ને પણ દીકરી સમાન રાખવા સલાહ સૂચન આપતા,  સામાપક્ષ તેમની ભૂલો સ્વીકારી સારી રીતે રાખશે. તેમજ કોઈ પણ. રીતે હેરાનગતિ ના કરે જેની બાહેંધરી આપતા બન્ને પક્ષો વચ્ચે પારિવારિક ઝગડા નું સમાધાન કરાવેલ

(10:11 PM IST)