News of Tuesday, 21st May 2024
ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા રાજપીપળા નગરપાલિકા એ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિના મોતથી ભારતમાં એક દિવસનો શોક જાહેર કરતા, રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લાની કચેરીઓમાં અડધી કાઠી એ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: ઈરાનના રાષ્ટ્રપતી ઈબ્રાહિમ રઈસી અને વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા ભારત દેશમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેર ના પ્રવેશ દ્વારા, કાળા ઘોડા પર લગાડેલ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભારત માં એક દિવસનો શોક જાહેર કરતા નર્મદા જિલ્લા માં રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ અડધી કાઠી એ રાષ્ટ્રધ્વજ ફરકાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
