News of Tuesday, 21st May 2024
નર્મદા : ઉછીના લીધેલા રૂ.1.50 લાખનો ચેક પરત ફરવાના કેસમાં શિક્ષકને એક વર્ષની સજા ફટકારતી કોર્ટે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળામાં ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે એક શખ્સને સજા ફટકારતાં ખોટા ચેક આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
મળતી વિગતો અનુસાર જયદીપકુમાર પરસોત્તમભાઈ પટેલ ( રહે,જુના રેસ્ટહાઉસ રોડ, સાગબારા, જિ.નર્મદા) નાઓ એ તેમના તેમના મિત્ર અમરસિંહભાઇ બાબુભાઈ કોઠારી, રામપાર્ક સોસાયટી, ધનશેરા-સેલંબા રોડ, તા. સાગબારા ખાતે રહે છે અને સાગબારા તાલુકાની ઘોડા દેવી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બંને વચ્ચે મિત્રતાના સંબંધ હોઈ તેમજ અવાર નવાર મળવાનું રહેતુ હોઇ એકબીજાને સારી રીતે ઓળખીતા હોય તેમણે ઓગષ્ટ-૨૦૨૦ ના પ્રથમ અઠવાડિયામાં જણાવેલ કે નવી પારડી વિદ્યા મંગલ નિવાસી શાળા, સુરત મુકામે તેમની દીકરીની હોસ્ટેલની ફી ભરવા માટે તેમજ દવાખાનાનો આકસ્મિક ખર્ચ પણ છે તેથી નાણાંકીય જરૂરિયાત હોઈ, રૂ. ૧,૫૦,૦૦૦/- ની રકમ માંગણી કરી અને આ રકમ દોઢ વર્ષ માટે જોઇએ છે તેમ જણાવતા જયદીપ પટેલે ઓગષ્ટ. ૨૦૨૦ ના ત્રીજા અઠવાડિયામાં રૂ. ૧,૫૦, ૦૦૦/- હાથ ઉછીના રોકડા આપ્યા ત્યારબાદ આ વ્યવહારને દોઢ વર્ષ વીતવા આવ્યા એટલે ફેબ્રુઆરી- ૨૦૨૨ માં નાણાં પરત માંગતા તેમણે ચેક લખી આપેલ આ ચેકની મુદત આવતા અમો તા. ૨૬/૦૭/૨૦૨૨ ના રોજ આ ચેક વસુલાત માટે જમા કરાવેલ. પરંતુ તે ચેક બેંક માં "Funds insufficient” ના શેરા સાથે પરત આવેલ જેની જાણ કરતા શિક્ષક મિત્ર એ આરોપીને જણાવેલ કે રકમની વ્યવસ્થા થઇ શકે તેમ નથી. આમ શિક્ષક મિત્ર એ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. તેમની દાનત રકમ પાછી આપવાની નથી તેમ લાગતા આખરે જયદીપ પટેલે એડવોકેટ પ્રતીક એ પટેલ મારફતે નેગોશીએબલ એક્ટની કલમ ૧૩૮ મુજબ તા. ૧૭/૦૮/૨૦૨૨ ના રોજ રૂ. ૧,૫૦,૦૦૦/- ડિમાન્ડ નોટિસ મોકલો તેમ છતાં ચેકની રકમ નહિ ચુકવતા આ કેસ કોર્ટ માં દાખલ કરવામાં આવ્યો હતો
આ કેસ રાજપીપળા કોર્ટ માં ચાલી જતાં ફરિયાદ કરનાર જયદિપભાઈ પટેલ નાં વકીલ પ્રતિકભાઇ એ પટેલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ધારદાર દલીલો ને સાંભળી અદાલતે શિક્ષક અમરસિંહભાઇ બાબુભાઈ કોઠારી ને એક વર્ષની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો અને ફરીયાદીને વળતર પેટે ચેકની રૂ. દોઢ ઘણી રકમ સાથે રૂ. 2, 25, 000 ચુકવી આપવા અને જો વળતરની રકમ ચુકવવામા તેઓ કસુર કરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનનો કોર્ટે હુકમ કરતા ખોટા ચેક આપી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા અન્યો માં ફફડાટ ફેલાયો છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
