News of Tuesday, 21st May 2024
બારડોલીના મઢીગામમાં બાઈક લઈને નીકળવા જતો યુવક અચાનક ઢળી પડ્યો :માત્ર 10 સેકન્ડમાં મોતને ભેટ્યો : જુઓ વિડિઓ
સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ: યુવકના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ

અમદાવાદ : ગુજરાતના વિવિધ ભાગોમાંથી હાર્ટ એટેકના કારણે ટપોટપ મોતના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, ત્યારે આવો જ વધુ એક બનાવ બારડોલી તાલુકાના મઢીગામ ખાતેથી આવ્યો છે. જેમાં બાઈક લઈને નીકળવા જઈ રહેલ યુવકની તબીયત અચાનક લથડ્યા બાદ તે ઢળી પડે છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બારડોલીમાં મઢીગામ ખાતે હાઈસ્કૂલ નજીક ગેરેજ પર આવેલો યુવક બાઈક નીકાળવા જતાં અચાનક ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી આસપાસના લોકો દોડી આવે છે, પરંતુ ત્યાં સુધીમાં યુવકનું મોત થઈ ચૂક્યું હોય છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે.
CCTVમાં જોઈ શકાય છે કે, યુવક ગેરેજ નજીક બાઈક પર બેસે છે અને માત્ર 10 સેકન્ડની અંદર જ ઢળી પડે છે. જે બાદ આસપાસના લોકો તેની મદદે દોડી આવે છે. પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ બાલદા ગામમાં રહેતા અને GRDમાં ફરજ બજાવતા કમલેશ ચૌધરી તરીકે થઈ છે. હાલ તો યુવકના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ કયો છે
Surat: બારડોલીમાં બાઈક પર બેઠેલો યુવક અચાનક ઢળી પડ્યો, માત્ર 10 સેકન્ડમાં પ્રાણ પંખેરૂં ઊડી ગયું; ઘટના CCTVમાં કેદ pic.twitter.com/iIkWrrgd4e
— Gujarati Jagran (@gujaratijagran) May 21, 2024
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
