News of Friday, 24th May 2024
હાલ રિચાર્જમાં જૂનાં પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય
સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ, તા.૨૪: સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે. જૂના બિલનાં કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે. જૂના પેન્ડિંગ બિલની રકમનાં ૧૮૦ હપ્તા કરવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
