News of Friday, 24th May 2024
અમદાવાદમાં રાત્રે આગના બે બનાવ: લાલ દરવાજાની નજીક ફૂલની દુકાન અને એસપી રોડ પર લકઝરી બસમાં આગ લાગી
પ્લાસ્ટિકના ફૂલો હોવાને કારણે આગ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ:આગ લાગતાંની સાથે બસમાં સવાર મુસાફરો બહાર દોડી આવ્યા

અમદાવાદમાં કાલે રાત્રે ગુરુવારે આગના બે બનાવ બન્યા હતા. એક બનાવ લાલ દરવાજા નજીક ફૂલોની દુકાનમાં બન્યો હતો. અને બીજી ઘટના એસપી રીંગ રોડ લકઝરી બસમાં અચાનક આગ લાગી હતી. પણ કોઈ જાનહાની થઈ ન હોતી.
અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આર્ટિફિશિયલ ફૂલની દુકાનમાં કોઈ કારણ સર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ત્યાના સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કરી જાણ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના ફૂલો હોવાને કારણે આગ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને આજુ બાજુ દુકાનવાળા આગ લાગતાની સાથે પોતાની દુકાન બંધ કરીને બહાર દોડી આવ્યા હતા. અને ઘટના સ્થળ પર 15 જેટલી ગાડીઓ પહોંચી ગઈ હતી. તેવામાં આગ બુઝાવા જતા ફાયર વિભાગના એક કર્મચારી કૈઝાદ દસ્તુર ઘટના સ્થળ પર બેભાન થઈ ગયા હતા. અને તેમને તાત્કાલિક 108 મારફતે નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી ઘટના એસપી રીંગ રોડ નરોડા રણાસર ટોલ ટેક્સ પાસે એક લકઝુરી બસમાં કોઈ કારણ સર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નહતો. પણ આગ બળીને ખાખ થઈ ગઈ હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
