News of Friday, 24th May 2024
ઓહોહો.... રાજયના ૮૦ ટકા વિસ્તારો અગનભઠ્ઠીમાં ફેરવાયા
આજે બે જિલ્લામાં રેડ એલર્ટ, ર૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૬ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર : રાજકોટ - મોરબી - સુરેન્દ્રનગર - બોટાદ - જુનાગઢ - અમરેલી - કચ્છ - ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજકોટ : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ૪૦ને પાર નોંધાયું છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો ૪૫ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે.
હવામાન વિભાગે બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો ૨૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ છ જિલ્લામાંઓ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન ગઇકાલે ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં ૪૬.૬ ડિગ્રીના તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા ૧૨૭ વર્ષમાં ૫ાંચમી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં સૌથી ઉંચું તાપમાન નોંધાયું એયરપોર્ટ વિસ્તારમાં ૪૭.૩ સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં ૪૬.૬ ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.
કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરસશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હીટવેવને લીધે ગુજરાતનો ૮૦ ટકાથી વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે તેવી આગાહી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
