<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વર્ષ ૧૯૬૯માં ૩૬ર ઘુડખર હતા, એશિયાઇ સિંહની જેમ આ પ્રજાતિ પણ વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે

ર૦ર૦ માં ઘુડખરની સંખ્‍યા ૬,૦૮ર હતી, તેનો વિસ્‍તાર કચ્‍છના મોટા રણ, પાટણ, મોરબી, બનાસકાંઠા, સુરેન્‍દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓ સુધી ફેલાયેલ છે

 

ગુજરાત રાજ્‍યમાં ૨૩ અભયારણ્‍ય અને ૪ રાષ્‍ટ્રીય ઉદ્યાન છે જેમાં કચ્‍છના નાના રણમાં રાજ્‍યનું સૌથી મોટુ અભયારણ્‍ય આશરે ૫,૦૦૦ વર્ગ કિલોમીટર માં ફેલાયેલ પુડખર અભયારણ્‍ય છે સ્‍થાનિક લોકો જેને ખચ્‍ચર, ખર અથવા ઘુડખર ના નામથી ઓળખે છે તેને વિશ્વ ઇન્‍ડિયન વાઇલ્‍ડ એસ તરીકે ઓળખે છે સન ૧૯૬૯ મા થયેલ પ્રથમ ગણતરી સમયે માત્ર ૩૬૨ ઘુડખર હતા એશિયાઈ સિંહ ની જેમ આ પ્રજાતિ પણ વિશ્વમા માત્ર ગુજરાત રાજ્‍યમાં જ જોવા મળે છે આ અતિ દુર્લભ પ્રજાતિનું મહત્‍વ ધ્‍યાન ઉપર લઈ રાજ્‍ય સરકાર દ્વારા સન ૧૯૭૩ માં ઘુડખર અભ્‍યારણ્‍ય જાહેર થયેલ છેલ્લા ૨૦૨૦ મા થયેલ વસ્‍તી અદાજ પ્રમાણે ઘુડખર ની સખ્‍યા ૬૦૮૨ નોંધાયેલ ઘુડખર ની સખ્‍યા સાથે તેમનો વિસ્‍તાર પણ કચ્‍છના નાના રણ ની બહાર મોટા રણમા તથા છેક પાટણ મોરબી બનાસકાઠા, સુરેન્‍દ્રનગર અને અમદાવાદ ના જિલ્લાઓ સુધી ફેલાયેલ છે.

હાલ તારીખ ૨૧ અને ૨૨ મે ના રોજ ૧૦ મી ઘુડખર ગણતરી યોજાઈ ગઈ રાજ્‍યના વન વિભાગ ના શ્રી યુ ડી. સિંઘ, અગ્ર મુર્ખ્‍યી વન સરક્ષક અને હોફફ તથા શ્રી નિત્‍યાનંદ શ્રીવાસ્‍તવ, અગ્ર મુખ્‍ય વન સરક્ષક, વાઇલ્‍ડ લાઇક ના માર્ગદર્શન નીચે હેઠળ ડો સદીપ કુમાર મુખ્‍ય વન સંરક્ષક, કચ્‍છ વર્તુળ, શ્રી ધવલભાઈ ગઢવી, નાયબ વન સરક્ષક વિગેરે સહીત ૭૦૦ અધિકારીઓ અને ૧૫૦૦ વોલેન્‍ટિયર્સ ની ૩૭૦ ટીમોએ આશરે ૧૬ ૦૦૦ વર્ગ કિલોમીટર મા ઉનાળાની કાળજાળ ગરમીમા આ ગણતરીમા ભાગ લીધેલ છે કોઈપણ વન્‍ય પ્રાણી ના સરક્ષણ તથા ભવિષ્‍યના આયોજન માટે તેનો વસ્‍તી અંદાજ (ગણતરી) ખૂબ જ મહત્‍વ ધરાવે છે એશિયાઈ સિંહ દીપડા વિગેરે ની જેમ ઘુડખર ની ગણતરી પણ દર પાંચ વર્ષે ઉનાળામાં કરવામાં આવે છે પુડખર ની સાથે બીજી અનેક મહત્‍વની અને દુર્લભ પ્રજાતિઓ પણ અહીં વસે છે હેણોતરો (કેરેકલ) નાર/વરુ, ઝરખ લોકડી, રણ બિલાડી કાળિયાર, ચિંકારા, નીલગાય, શિયાળ, શેઢાડી, જંગલી ભૂડ, સાઢો, ગીધ, વિગેરે જેવી અન્‍ય ૧૭ પ્રજાતિઓની પણ ગણતરી થાય છે આમ ઘુડખર સાથોસાથ ત્‍યાના સમગ્ર જૈવિક વૈવિધ્‍ય (બાયોડાઈવર્સિટી) ની ઉપયોગી માહિતી પણ મળશે. સમયની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે થતી ગણતરીની પધ્‍ધતિમાં આધુનિક ટેકનોલોજી જેવી કે જીપીએસ, કેમેરા ટ્રેપ્‍સ, ડ્રોન કેમેરા, વિગેરેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્‍થાનિક લોકો, વૈજ્ઞાનિકો, બીન સરકારી સંસ્‍થાઓ, જાગૃત મીડિયા તથા વન વિભાગના કર્મચારીઓનાં સાડા પાંચ દાયકાનાં સતત પ્રયત્‍નોથી આ વખતે પણ ઘુડખર તથા બીજા વન્‍ય પ્રાણીઓની સંખ્‍યામાં વધારો જોવા મળશે તેવી આશા છે.

 રર મે, વિશ્વ બાયોડાઇવર્સિટી દિવસની અકિલાનાં વાંચકોને અનેક શુભકામનાઓ

ભૂષણ પંડયા

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ,

વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર

મો. ૯૪ર૮ર ૦૩૧૧૭

(12:13 PM IST)