<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ગુજરાતમાં ગરમીએ ભૂક્કા કાઢી નાખ્‍યા : ૪૮ કલાકમાં ૨૪ના મોત

વડોદરામાં ૫ અને સુરતમાં ૧૯ના મોત નિપજયા : રેકોર્ડ બ્રેક ગરમીનાં કારણે લોકો હાર્ટ એટેકનો ભોગ બન્‍યા

વડોદરા તા. ૨૪ : રાજયમાં વધી રહેલ ગરમીને લઈ લોકોનાં સ્‍વાસ્‍થ્‍ય પર પણ અસર પડી રહી છે. ત્‍યારે વડોદરા તેમજ સુરતમાં રેકોર્ડ બ્રેક ગરમીનાં કારણે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્‍યારે વડોદરામાં ૫ વ્‍યક્‍તિ અને સુરતમાં ૧૯ લોકોનાં મોત નિપજયા છે.

રાજયમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. તો બીજી તરફ આરોગ્‍ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તોᅠᅠઅમદાવાદᅠસિવિલ સહિત રાજયનાં મહાનગરોની હોસ્‍પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્‍પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્‍યો છે. જયાં દર્દીને તાત્‍કાલીક સારવાર મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ᅠવડોદરામાંᅠરેકોર્ડબ્રેક ૪૫ ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે.ᅠ વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે ૫ વ્‍યક્‍તિનાં મૃત્‍યું નિપજયા છે. વર્ષ ૨૦૧૬ માં વડોદરામાં ૪૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્‍યો હતો.

સુરતમાંᅠહીટવેવથી શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં ગરમીથી ૧૯ લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો ૩૬ થી ૪૮ વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્‍યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં ૧૪૬ થી વધુ લોકોને શેલ્‍ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે

(1:38 PM IST)