<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

લગ્ન કરવા અને ઘરનું મકાન ખરીદવા માટે પાંચ મહિના સુધી ચોરીઓ કરવાનો પ્‍લાન ઘડ્‍યો! મકાન છોડો (ભગવાન) મંદિરને પણ એ તસ્‍કરે છોડ્‍યા નહિ

પોલીસ કમિશનર નરસિંહમા કોમારમી મિલકત વિરોધી રીઢા અપરાધીઓને દબોચી લેવાની ઝુંબેશ એડી. સીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં આગળ ધપે છે : વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ આર.જે જાડેજા, એચ. ડી. તુવેરાં ટીમની આગેવાનીમાં લાખોનાં મુદ્દામાલ સાથે બે લોકોને પીએસઆઈ પી. એએમ. ધાકડા અને સ્‍ટાફ દ્વારા ઝડપી લેવાયા રસપ્રદ કથા

રાજકોટ તા.૨૪: લોકોને જેની સાથે સુધી નિસ્‍બત છે,તેવા મિલકત વિરોધી ગુન્‍હાઓના વોન્‍ટેડ આરોપીઓનું આખું લિસ્‍ટ મંગાવી અને સ્‍થાનિક પોલીસ સાથે ડીસીબી બ્રાન્‍ચને પણ જોઇન્‍ટ સીપી મનોજ નિનામા,  ડીસીપી યુવરાજ સિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડ સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્‍ચના અનુભવી પોલીસ ઇન્‍સ્‍પેકટરોના નેતળત્‍વમાં વિવિધ ટીમ બનાવી અને મેન પાવર સાથે પોતાના સ્‍વપનસમાં વિશ્વાસ પ્રોજેકટની ટેકનોલોજીનો અમલ કરવાની આપેલ સૂચના અંતર્ગત શરૂ થયેલ અભિયાન વધુ એક સફળતાને વર્યું છે, અને મકાન કે મંદિર જેમના ટાર્ગેટ હતા તેવા બે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમોએ સીસીટીવી ફુટેજ,ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરી મિલ્‍કત સબંધી ગુનો કરવાની એમઓ ધરાવતા ઇસમો ઉપર ખાનગી રાહે વોચ રાખી વ્‍યુહાત્‍મક રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્‍તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલીંગ રાખવામાં આવેલ. દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ સબ ઇન્‍સ પી.એમ.ધાખડા તથા તેમની ટિમના માણસોએ પેટ્રોલીંગ દરમ્‍યાન મળેલ બાતમી આધારે આજવા રોડ સયાજીપાર્ક - એકતાનગર જવાના ચાર રસ્‍તા પાસે તપાસ કરતા બજાજ પલ્‍સર મોટર સાયકલ સાથે બે ઇસમો જણાતા અને આ બન્ને ઇસમો ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને જોઇ મો.સા.સાથે ભાગવાનો પ્રયત્‍ન કરતાં તેઓ બન્નેને ઇસમોને મોટર સાયકલ સાથે પકડી પાડી આ બન્ને ઇસમ ન.(૧) અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુત રહે. પુનમનગર, આજવા રોડ વડોદરા (૨) આમીર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઇ વ્‍હોરા રહે. ખોડિયારનગર વ્‍હાઇટ વુડામા વડોદરાનાઓની ઝડતી તપાસ કરતા તેઓ પાસેથી સોનાચાંદીના દાગીનાઓ તેમજ રોકડા રૂ.૩૫,૦૦૦/- મળી આવેલ માહીતી આધારે બજાજ પલ્‍સર મોટરને ચેક કરતા મો.સા.માં સંતાડી રાખેલ ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વાંદરીપાનું તેમજ રોકડા રૂ.૧૫,૦૦૦/- ની ચલણી નોટો મળી આવેલ.આ બન્ને ઇસમો પાસે મળી આવેલ સોનાચાંદીના દાગીનાઓનુ બીલ કે આધાર-પુરાવા ન હોય જેથી તેઓ પાસેથી મળી આવેલ કીમંતી મુદ્દામાલ અંગે સઘન રીતે પુછપરછ કરતા આ પકડાયેલ ઇસમ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુતનાએ છેલ્લા પાંચ મહીનાના સમય દરમ્‍યાન આજવા રોડ પર આવેલ સૌજન્‍ય સોસાયટી, ચામુંડાપાર્ક સોસાયટી, રામનગર ખાતેના મકાનોને તેમજ કિશનવાડી ખાતે આવેલ મંદીરને ટારગેટ કરી બંધ દરવાજા પરના તાળા-નકુચાને તોડી ઘરફોડ ચોરીઓના ગુનાઓ આચરેલાનુ અને આ મુખ્‍ય આરોપી અજય રાજપુત સાથે પકડાયેલ તેનો સાગરીત આમીર ઉર્ફે અજ્જુઅનાએ ભેગા મળી ચામુંડાપાર્ક સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ઘરફોડ ચોરી કરી મેળવેલ મુદ્દામાલ જણાઇ આવેલ તેમજ તેઓ પાસેથી મળી આવેલ બજાજ પલ્‍સર મો.સા પણ ઘરફોડ ચોરીના ગુનાઓ કરી મેળવેલ રૂપીયાથી ખરીદ કરેલાનુ જણાઇ આવતા જેથી આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ તેમજ આ આરોપીઓ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓ કરી જુદી જુદી જગ્‍યાએ રાખેલ તેમજ આપેલ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી હાલ સુધી કુલ કી.રૂ.૮,૫૫,૩૯૨/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓ દ્વારા કરેલ ગુનાઓ અંગેની ખાત્રી તપાસ દર મ્‍યાન બાપોદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ચાર અનડીટેકટ રાત્રી ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ખુલેલ હોય ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ થયેલ હોય આગળની વધુ તપાસ માટે બાપોદ પો.સ્‍ટેશનને સોંપેલ છે.

 આરોપીઓના નામ સરનામા (૧) અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુત રહે. પુનમનગર, આજવા રોડ વડોદરા, (૨) આમીર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઇ વ્‍હોરા રહે. ખોડિયારનગર વ્‍હાઇટ વુડામા વડોદરા.

આ કામે પકડાયેલ આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુતને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવાના હોય લગ્ન માટે તેમજ લગ્ન બાદ રહેવા માટે મકાનની ખરીદ કરવા માટે મોટી રકમની જરૂર હોય જેથી જલ્‍દીથી મોટી રકમ મેળવવા માટે રાત્રીના સમયે બંધ મકાનોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાનુ નક્કી કરી છેલ્લા પાંચ માસમાં આજવા રોડ વિસ્‍તારની સોસાયટીઓને ટારગેટ કરી મકાન, મંદીર તેમજ અન્‍ય જગ્‍યાઓના તાળા- નકુચા તેની પાસેના વાંદરીપાનાથી તોડી મકાનમાંથી લાખો રૂપીયાના કીંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ લેપટોપની ચોરી કરી પોતાના આર્થીક ફાયદા માટે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે.

આ કામનો આરોપી મોટા ભાગે ચોરી કરવા માટે સાયકલનો ઉપયોગ કરતો હતો.

(4:00 PM IST)