<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

હીટવેવના કારણે ગુજરાતમાં પ દિ' કોચિંગ કલાસ બંધ રાખવા નિર્ણય

વિદ્યાર્થીઓના હિતમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશનનો નિર્ણય : ધોમધખતા તાપથી છાત્રોનું આરોગ્ય નહી બગડે

અમદાવાદ તા.ર૪ : ગુજરાતમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ૪૫ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય વીસ જિલ્લમાં યલો એલર્ટ આપ્યું છે. કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ કલાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી ૫ દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ  બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન (temperature)  ૪૦ને પાર નોંધાયું છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો ૪૫ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે (Meteorological Department) હજુ પણ હિટવેવની ( Heat wave) આગાહી કરી છે.

રાજ્યમાં  ભયંકર ગરમીથી હુજ કોઇ રાહત મળવાના સંકેત નથી મળી રહ્યાં . ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department )બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો  તો ૨૦ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે.  છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં  ૪૬.૬ ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા ૧૨૭ વર્ષમાં ૫મી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં  સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે.  એયરપોર્ટ વિસ્તારમાં ૪૭.૩ સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં ૪૬.૬ ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.              

કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. 

મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં  ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા  આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ  કરવામાં આવી છે.

હીટવેવને લીધે ગુજરાતનો ૮૦ ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે તેવી આગાહી છે.

(5:13 PM IST)