News of Friday, 24th May 2024
સુરતમાં હીટવેવથી વધુ 9 લોકોના મોત :છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના થયા મોત
મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો: તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં 9 થી વધુનાં મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા.
મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં 146 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.
ગરમીથી બચવા શું કરવું જોઈએ ?
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવાં.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
