<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી:ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે 5 વ્યક્તિનાં મૃત્યું

પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે 5 વ્યક્તિનાં મૃત્યું નિપજ્યા છે. વર્ષ 2016માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય (ઉ.વર્ષ.23) દિલીપ કાકરે (ઉ.વર્ષ.65), નવીન વસાવા (ઉ.વર્ષ.75), શાંતાબેન મકવાણા (ઉ.વર્ષ.63), પીટર સેમ્યુઅલ (ઉ.વર્ષ.47) નુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું


 

(6:35 PM IST)