<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

દાહોદમાં હીટવેવનો પ્રકોપ : ખેતરમાં કામ કરતી બે મહિલાઓના ગરમીએ જીવ લીધા

દાહોદના ધાચીવાડ અને સીગવડનામા બપોરના સમયે ખેતરમા કામ કરતી મહિલાનું ગરમીથી મોત થયું

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. દાહોદ જિલ્લામા હીટ વેના કારણે બે મહિલાના મોત થયા છે. રાજ્યના અનેક શહેરોમાં 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે ત્યારે હવે ગરમીથી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે

.દાહોદના ધાચીવાડ અને સીગવડનામા બપોરના સમયે ખેતરમા કામ કરતી મહિલાનું મોત થયું છે. પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે કે, ગરમીના કારણે બંન્ને મહિલાનું મોત થયું છે

   . અત્રે જણાવીએ કે, તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જતા લોકોને ચક્કર આવવા, લૂ લાગવી જેના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમીમા બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

(6:35 PM IST)