News of Friday, 24th May 2024
પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા એક જ કુટુંબની બે સગી બહેનો સહીત ત્રણ બાળકીના કરૂણમોત
: પાણીમાં તરત આવડતું નહીં હોવાથી ત્રણેય ડૂબી ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલી ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત નિપજ્યા છે
સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે.
પાપ્ત વિગતો મુજબ વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી. જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકજ કુટુંબની ત્રણ દીકરીઓના મોત થયા છે. જેમાં બે તો સગી બહેન હતી, આ દૂર્ઘટનાના પગલે પરિવારમાં આક્રંદ મૂક્યો છે. સમગ્ર ઘટનાના પગલે પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
.મૃતક બાળકીના નામ
રાજલબેન ગોવિંદભાઈ
કિંજલબેન ગોવિંદભાઈ
મમતાબેન દિનેશભાઈ
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
