News of Friday, 24th May 2024
સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭૦૦ કિલો ગૌમાસ ઝડપાયું
કીમ ઓલપાડ રોડ પર ગૌમાંસ ભરેલો ટેમ્પો પલટી ગયોઃઆરોપીની ધરપકડ : ૩.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત, તા.૨૪
સુરતના ગામમાં વિસ્તારમાંથી ૧૭૦૦ કિલો ગૌમાંસ ઝડપાયાની માહિતી સામે આવી છે. જેમાં કદરામાં ગામ પાસે એક ટેમ્પો ચાલક પૂર ઝડપે જઈ રહ્યો હતો જ્યાં જાગૃત નાગરિકને શંકા જતા ટેમ્પો રોકવાનું કહેતા ચાલકે ટેમ્પો નહીં રોકતા આગળ જતાં ટેમ્પો પલટી ગયો હતો ત્યાં પોલીસને બોલાવતા તપાસમાં ગૌમાંસ થવાનું બહાર આવ્યું હતું. સુરત ગ્રામ્યમાંથી ૧૭૦૦ કિલો ગૌમંસ ઝડપાયું છે. કીમ ઓલપાડ રોડ પર કદરામાં ગામ પાસે ગૌમાંસ ઝડપાયું છે. પિક અપ ટેમ્પામાં સુરત શહેર તરફ લઈ જવામાં આવી રહ્યું હતું.
જાગૃત નાગરિક દ્વારા ટેમ્પા ચાલકને ટેમ્પો અટકાવવાનું કેહતા ટેમ્પો ચાલક પુર ઝડપે ભાગ્યો હતો. સામેથી આવતા વાહન ને અડફેટે લઈ ગૌમાંસ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. પોલીસે એફ એસ એલ બોલાવી ચકાસણી કરતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. પોલીસે જાગૃત નાગરિકની અને અકસ્માતનો ભોગ બનનાર બંને વ્યક્તિની ફરિયાદ લીધી છે. સુરતના સંગ્રામપુર ખાતે રહેતા મોહમ્મદ સૂફીયાન મોહમ્મદ સઈદ બરકતવાલાની ધરપકડ કરી છે. જ્યારે સુરતનાં મીઠી ખાડી વિસ્તારમાં રેહતા રહીમ લેમન નામનાં ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ૧.૭૩ લાખ ની કિંમત નું ગૌમાંસ, ટેમ્પો, મોબાઈલ તેમજ અન્ય સમાન મળી ૩.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
