News of Friday, 24th May 2024
સુરત કોર્ટે કામકાજ સમયે કર્મચારીઓ પર મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ
ફોનનો ઉપયોગ કરવા સામે અગાઉ ચેતવણી આપવામાં આવી હતીઃકર્મચારીઓએ ઓફિસ સમય દરમિયાન કોર્ટ રજિસ્ટ્રાર અથવા તેમના વિભાગના વડાઓને તેમના ફોન સરેન્ડર કરવા જરૃરી છે

સુરત,તા.૨૪
સુરત કોર્ટના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે તાજેતરમાં જ તેના કોર્ટ સ્ટાફ દ્વારા કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.કોર્ટ દ્વારા ૧૫મી મેના રોજ આ અંગેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ બિલ્ડિંગ તેમજ અન્ય શાખાઓમાં કામ કરતા કર્મચારીઓએ ઓફિસ સમય દરમિયાન કોર્ટ રજિસ્ટ્રાર અથવા તેમના વિભાગના વડાઓને તેમના ફોન સરેન્ડર કરવા જરૃરી છે.
પરિપત્રમાં હાઈકોર્ટના પત્રનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે સુરત જિલ્લા કોર્ટ અને તેની ગૌણ અદાલતોમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કામના કલાકો દરમિયાન ફોનનો ઉપયોગ કરવા સામે અગાઉ ચેતવણી આપવામાં આવી હતી.જો કે, પરિપત્રમાં જણાવાયું છે કે કેટલાક કોર્ટ કર્મચારીઓ હજુ પણ ઓફિસ સમય દરમિયાન તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે જે કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે છે અને કામની ગુણવત્તાને અસર કરે છે.પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા માટે કોર્ટના પ્રિસાઇડિંગ અધિકારીઓને સ્ટાફને જરૃરી સૂચનાઓ આપવામાં આવે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
