News of Friday, 24th May 2024
રાજપીપળા સિંધીવાડના યુવાન ફરી એકવાર રાયફલ શૂટિંગમાં અવ્વલ આવી સિલ્વર મેડલ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સંધિવાડ વિસ્તારમાં રહેતા સરફરાઝ હનીફભાઇ દેસાઈ એ વધુ એક સિદ્ધિ મેળવી રાજપીપળા સહિત નર્મદા જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. એમ પીના ભોપાલમાં ઓલ ઓપન ઇન્ડિયા રાયફલ.શોટગન કોમ્પિટશનમાં ભાગ લઈ તેમણે સિલ્વર મેડલ જીતી નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નું ગૌરવ વધાર્યું છે
ભૂતકાળમાં પણ આ યુવાને રાયફલ શૂટિંગ માં અવ્વલ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે મુખ્યમંત્રીએ પત્ર દ્વારા તેમને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા અને હાલમાં સરફરાઝ દેસાઈ એ ભોપાલ માં ઓલ ઓપન ઇન્ડિયા રાયફલ , શોટગન કોમ્પિટશનમાં ભાગ લઈ સિલ્વર મેડલ જીત્યું છે ત્યારે તેમના શુભચિંતકો એ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
