News of Friday, 24th May 2024
બુરી ગામમાં સંબંધીના ઘરે ગયેલી સગીરાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બુરી ગામમાં એક સગીરા એ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર મરનાર રસીલાબેન D/O સીંગાભાઇ મીરીયાભાઇ વસાવા (ઉં.વ.આ.૧૭)( રહે. બંટાવાડી આંબાફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ ગઇ તા.૨૨ /૦૫/૨૦૨૪ ના રાત્રી દરમ્યાન બુરી ગામે પોતાના સંબંધી વેસ્તાભાઇ ગીંબીયાભાઇ વસાવા નાઓના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા જેને પ્રાથમીક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમા સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે લઇ આવી દાખલ કરેલ અને તેની તબીયત વધુ ખરાબ થતા રીફર કરતા વધુ સારવાર માટે તેમના કુટુંબીજનો રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે લઇ આવી સારવાર માટે દાખલ કર્યા હતા ત્યાં બીજા દિવસે તા.૨૩ /૦૫/૨૦૨૪ ના રોજ સારવાર દરમિયાન તેનું મોત થતાં ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
