News of Friday, 24th May 2024
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રજાને જંત્રી વધારાનો ઝટકો રાજ્ય સરકાર આપી શકે છે
આંતરિયાળ ગામડાના વિસ્તારમાં જંત્રીના નવા દરોનો વધારો લાગુ નહીં પડે ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિના સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરાશે: નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા. ૨૪ ગત ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં બમણો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સર્વે બાદ રાજ્ય સરકારને તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે અને તેના પગલે આગામી ઓગસ્ટ મહિના સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવે તેવું શક્યતાઓ છે, અને ગુજરાત રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે. ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના દરો ઘટી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર દ્વારા જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આપવામાં આવશે. કલેક્ટર કચેરી અને મહેસુલ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી સર્વેની કામગીરી ચાલી રહી હતી. સંબંધિત ક્ષેત્ર અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સ્ટેટ હોલ્ડરો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જંત્રીના દરોની મોજણીના આધારે દર નક્કી કરવામાં આવ્યા છે
ગત વર્ષે એકી સાથે જંત્રીના દરમાં વધારો થતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર સહિતના પોશ વિસ્તારમાં જંત્રીના વધારાના કારણે જમીન ના બજાર ભાવો ખૂબ ઊંચા આવ્યા હતા પણ તેની સાપેક્ષે જંત્રી ખૂબ નીચી રહી હતી. સાયન્ટિફિક પદ્ધતિથી થયેલી મોજણીના આધારે હવે તાત્કાલિકના ધોરણે નવી જંત્રી લાગુ કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આગામી ઓગસ્ટ મહિનામાં આ નવા જંત્રીના દર લાગુ કરવા માટે રાજ્ય સરકાર મક્કમપણે આગળ વધી રહી હોવાના સંકેત મળી રહ્યા છે...?
આ જંત્રી મહાનગરોના પોશ વિસ્તારો, મહાનગરની આસપાસની અર્બન ઓથોરિટી, મોટી નગરપાલિકાઓ કે જ્યાં રિયલ એસ્ટેટને તક છે તેમજ ખૂબ મોટું રોકાણ આવી શકે તેમ છે તથા નવી જાહેર થનારી મહાનગરપાલિકા વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્માર્ટ સિટી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વગેરેમાં આ વધારો લાગુ પડશે. આ જંત્રી દરિયાઈ કાંઠા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, મીઠાના અગરો ધરાવતી જમીન, મહાનગરના જૂના શહેરી વિસ્તારો કે જ્યાં નવા વિકાસની તક ખૂબ જ મર્યાદિત છે.
આંતરિયાળ ગામડાના વિસ્તારમાં જંત્રીના નવા દરોનો વધારો લાગુ પડશે નહીં. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે ગયા વર્ષે રીસર્વેની કામગીરી શરૂ કરી હતી. જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દેવાયો છે. રાજ્ય સરકાર ધ્વરા આગામી દિવસોમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનાથી ગુજરાત રાજ્યમાં આ નવી જંત્રી લાગુ કરાય તેવા સંકેત છે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
