<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

નર્મદા સહિત દરેક સરકારી કચેરીમાં અસહય ગરમીમાં અબોલ જીવો માટે પાણી, ‌ખોરાકની વ્યવસ્થા કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાતમાં કાળજાળ ગરમી વધતા પશુ પક્ષીઓ માટે પાણી, ઘાસચારો અને ખોરાકની વ્યવસ્થા કરવા રાજ્ય સરકાર આગળ આવી છે. નર્મદા જિલ્લા સહિત ની દરેક જિલ્લાની સરકારી કચેરીઓના ગામ /નગર અને જાહેર જગ્યાએ નિરાધાર પશુ પક્ષીઓ માટે પાણી, ઘાસચારો ખોરાકની વ્યવસ્થા કરવા તમામ જિલ્લા કલેકટર સહિતના સંબંધિત અધિકારીઓ અને સંસ્થાઓને સરકારે જણાવ્યું છે. તે માટે દાતાઓ, સામાજિક સંસ્થાઓ નો સહયોગ લેવા અને તેને પ્રોત્સાહિત કરવા પણ જણાવ્યું છે. દરેક સરકારી કચેરીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષીઘર લગાવવા તેમજ નિયમિત ખોરાક પાણી ઉપલબ્ધ થાય તે જોવા સરકાર ધ્વારા જણાવાયુ છે.


 

(11:28 PM IST)