News of Friday, 24th May 2024
ગુજરાતમાથી મહારાષ્ટ્ર ટ્રક ભરી ભેંસ અને તેના બચ્ચા લઈ જનાર શખ્સોને સાગબારા પોલીસે ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં ગાય, ભેંસ સહિતના મૂંગા પશુઓને અન્ય રાજ્યમાં લઇ જવાનો વેપલો વારંવાર પકડાઈ છે ત્યારે હાલમાં સાગબારા પોલીસે બે ટ્રકોમાં ભેંસ અને બચ્ચાં લઈ જનાર શખ્શોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે વોચ રાખી નેશનલ હોટલ પાસેથી પસાર થતી ટાટા ટ્રક નંબર. GJ-09-Y-9867 ના ચાલક નદીમ ગફાર મનીયાર (રહે. સેલંબા જમાદાર ફળીયુ. તા.સાગબારા, જી.નર્મદા) ને ગેરકાયદેસર મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્યમાં પાડીયા (ભેંસોના બચ્ચા) લઇ જવા માટે કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ટ્રકમાં કુલ પાડીયા નંગ.૨૨ને અતિ ક્રુરતા પુર્વક ટ્રકમા ખીચો ખીચ ભરી, ખાવા પીવા માટે કોઈ ઘાસ ચારા કે પાણી ની વ્યવસ્થા કર્યા વગર અને મેડીકલ સાધનની વ્યવસ્થા નહી રાખી ટ્રકમા ભરેલ પાડીયા નંગ. ૨૨ કુલ કિંમત રૂપીયા.૨,૨૦,૦૦૦ તથા ટ્રકની કિંમત રૂપીયા .૫,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક નદીમ ગફાર મનીયારને ઝડપી લીધી હતો
જ્યારે ઘનશેરા ચેક પોસ્ટ પરથી અશોક લેલન ટ્રક નંબર. GJ-38-T-7047 ના ચાલક એજાજ સલીમ જાકા રહે. વલણ.બાબર કોલોની તા.કરજણ જી.વડોદરા તથા ભેંસોના માલીક તથા ટ્રકના માલીક સાજીદભાઈ યાકુબમહમદ સિંધી( રહે વલણ સિંધીવાડ તા.કરજણ જી.વડોદરા) નાઓએ એક બીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમા ભેંસો લઇ જવા માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના કુલ ભેંસો નંગ.૧૫ ને અતિ ક્રુરતા પુર્વક ટ્રકમાં ખીચો ખીચ ભરી તથા ખાવા માટે કોઇ ઘાસ ચારા કે પાણી ની વ્યવસ્થા કર્યા વગર ટ્રકમાં ભરેલ ભેંસો નગ.૧૫ કુલ કિંમત રૂપીયા.૬,૭૫,૦૦૦ તથા ટ્રક ની કિંમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ/૧૬.૭૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક ને ઝડપી.લીધો હતો જ્યારે ભેસોના માલીક/વાહન માલીક સાજીદભાઈ યાકુબમહમદ સિંધી (રહે.વલણ, સિંધીવાડ, તા.કરજણ, જી.વડોદરા) નાઓ હાજર નહી મળી આવતા વોન્ટેડ જાહેર કરી બંને ગુના માં કાયદેસર પગલાં લીધા છે
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
