News of Friday, 24th May 2024
સાગબારા મામલતદાર કચેરીમાં અધિકારી એસી માં બેસે છે, જ્યારે કર્મચારીઓ અને લોકો માટે પંખા પણ નથી
હાલ પડતી આકરી ગરમીમાં મામલતદાર તો એસીમાં બેસી કામ કરે છે પણ કર્મચારીઓ અને અન્ય લોકો માટે પંખાની પણ યોગ્ય વ્યવસ્થા નથી:કલાસ - ૧ માં આવતા અધિકારીઓ કદાચ એસી લગાવી શકતા હોય પરંતુ અહીંયા તો મામલતદારે તેમની કચેરીમાં એસી લગાવ્યું ,એ નિયમ વિરુદ્ધ હોવા છતાં કેમ કોઈ પગલાં લેતું નથી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજેસ્ટ્રેટ કચેરી ખાતે આવેલ મ.ભો.યો.શાખા, પુરવઠા શાખા તેમજ મહેસુલ શાખામાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય જનતા ને કાળઝાળ ગરમીમાં પંખા વગર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ શાખાઓમાં પંખાઓની કોઈપણ વ્યવસ્થા નથી અને જે પંખા છે તે પણ બંધ હાલતમાં છે, તેની સામે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની કેબિનમાં ગરમી થી રાહત મેળવવા માટે એસી (AC) લગાવવામાં આવ્યું છે, જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી આ કાળઝાળ ગરમીમાં કચેરીમાં કામ અર્થે આવતી સામાન્ય જનતા તેમજ કર્મચારીઓને કાળઝાળ ગરમીમાં પરસેવાથી રેબઝેબ થવું પડે છે અને તકલીફનો સામનો કરવાની નોબત આવે છે, ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે કર્મચારીઓ તેમજ આમ જનતા માટે યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.
જોકે જાણવા મળ્યા મુજબ અમુક અધિકારીઓના કેબિનમાં એસી લગાવવું નિયમ વિરુદ્ધ છે ત્યારે સાગબારા મામલતદારના કેબિનમાં શું નિયમ વિરૂદ્ધ એસી લગાવ્યું છે..? વીજ બિલના નાણાં સરકારી તિજોરીમાંથી જતા હોય તો, નિયમની ઉપરવટ જઈ એસી લગાવનાર જિલ્લાના આવા દરેક અધિકારીઓ સામે કલેકટરે પગલાં લેવા જરૂરી છે
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
