<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રાજપીપળામાં આકરી ગરમીમાં રાહત માટે પેન્શનર્સ મંડળ દ્વારા છાસ વિતરણ કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં પડી રહેલી આકરી ગરમીમાં માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી રાહત મળે એવા ઉમદા હેતુથી  રાજપીપળા વિભાગ પેન્શનર્સ મંડળ દ્વારા તારીખ ૨૪/૫/૨૦૨૪ ના રોજ રાજપીપળા શહેરના સંતોષ ચાર રસ્તા પાસે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ છાસ આરોગી ગરમીથી બચાવ કર્યો હતો. ત્યારે આવી સેવાકીય ઉમદા કામગીરી બદલ પેન્શનર્સ મંડળ રાજપીપળા શહેરના તમામ હોદ્દેદારો અને સભ્યોને નાગરિકો વતી શ્રીજી મેડિકલ સ્ટોર વાળા રાજેન્દ્ર પટેલએ અભિનંદન પાઠવી કામગીરી ને બિરદાવી હતી.

(11:38 PM IST)