<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

સૌરાષ્‍ટ્રમાં ચોમાસું ૧૨થી ૧૪ આની રહેશે

નવી દિલ્‍હી, તા.૨૫: જ્‍યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, વનસ્‍પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પ્રાચીન માન્‍યતાઓ અને પરંપરાગત રીતથી સૌરાષ્‍ટ્રના આગાહીકારોએ એવી આગાહી કરી છે કે સૌરાષ્‍ટ્રમાં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેશે એટલે કે આ વખતે ચોમાસું સારું રહેશે.

વર્ષા-વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો, જેમાં ઉપસ્‍થિત ૫૦ જેટલા આગાહીકારોએ પરંપરાગત રીતે ચોમાસાનો વરતારો રજૂ કરતાં એકંદરે ચોમાસું સારું રહેવાનું અનુમાન કર્યું હતું. વર્ષા-વિજ્ઞાન મંડળના ઉપ-મુખ જ્‍યંતીલાલ ગુંદાણિયાએ કહ્યું હતું કે ‘સૌરાષ્‍ટ્રમાં રહેતા આગાહીકારોની બેઠકમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન કર્યું છે અને સૌરાષ્‍ટ્રમાં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહે એવી આગાહી કરવામાં આવી છે. આગાહીકારો જુદી-જુદી -ાચીન માન્‍યતાઓ અને પરંપરા, જ્‍યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, લોકવાયકા, વનસ્‍પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, પંચાંગનાં માધ્‍યમ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પદ્ધતિઓ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે અને એના આધારે એવું કહી શકાય કે આ વખતે સૌરાષ્‍ટ્રમાં વરસાદ સારો રહેશે.

(9:46 AM IST)