News of Saturday, 25th May 2024
અમદાવાદના પદ્મશ્રી વિજેતા ડો.પરિમલ દેસાઈની સિદ્ધિ : પહેલીવાર એનેસ્થેસિયા વગર આંખોમાં લેન્સ ઈમ્પ્લાન્ટ
તેમણે એનેસ્થેસિયા વગર આંખમાં લેન્સ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું :માત્ર 4 મિનિટમાં સફળતાપૂર્વક પાર પાડીને અનોખી સિદ્ધિ નોંધાવી

અમદાવાદ :આંખોમાં લેન્સ નાખવાના હોય છે, ત્યારે વ્યક્તિને એનેસ્થેસિયા આપવામાં આવે છે. જો કે હવે આ પ્રક્રિયા માત્ર ચાર મિનિટમાં અને તે પણ એનેસ્થેસિયા આપ્યા વિના કરવામાં આવે છે. પદ્મશ્રી વિજેતા અમદાવાદના ડો.પરિમલ દેસાઈએ આ સિદ્ધિ મેળવી છે.
સામાન્ય સંજોગોમાં લોકો હવે ચશ્માથી છુટકારો મેળવવા માટે લેસર સર્જરી કરાવે છે, પરંતુ 42 વર્ષની ઉંમરે તેમને રિમલેસ ચશ્મા એટલે કે બેતાળા પહેરવા પડે છે. હવે અમદાવાદના ડો.પરિમલ દેસાઈ અને તેમના દીકરા ડો.આદિત્ય દેસાઈની ટીમે આવા લેન્સનું પ્રત્યારોપણ કર્યું છે જે માત્ર દૂર અને નજીકના ચશ્મા પહેરવામાંથી મુક્તિ જ નહીં આપે પરંતુ રિમલેસ ચશ્મા પણ પહેરવા પડશે નહીં.
પશ્ચિમ ભારતમાં અમદાવાદમાં પ્રથમ વખત આ અનોખા પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ લેન્સ અને ઈમ્પ્લાન્ટ વિશે માહિતી આપતાં પદ્મશ્રી ડો. પરિમલ દેસાઈ અને ડો. આદિત્ય દેસાઈએ જણાવ્યું હતું કે, “આ લેન્સ ઈમ્પ્લાન્ટ કરવામાં માત્ર ચાર મિનિટનો સમય લાગે છે. દર્દીની કોઈ સર્જરી કરવામાં આવતી નથી. કોઈ એનેસ્થેસિયા આપવામાં આવતો નથી. ઉપરાંત, ચાર મિનિટ પછી ઈમ્પ્લાન્ટ થયા પછી દર્દી ઘરે જઈ શકે છે અને નિયમિત કામ કરી શકે છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
