<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

અમદાવાદમાં એક પરિવાર રિવરફ્રન્ડ પર સ્સુસાઈડ કરવા જતા પોલીસ દ્વારા બચાવી લેતા પોલીસ કર્મીને સ્ન્માન પત્ર દ્વારા સન્માન કરાયું

અમદાવાદમાં સાબરમતી નદીમાં એક પરિવાર સ્સુસાઈડ કરવા પડ્યા હતા. ત્યા ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મી મનોજભાઈ વિનોદભાઈ મકવાણા દ્વારા તેમને તરત જ પરિવારને બચાવીને નવજીવન આપ્યુ હતુ. તેથી વાસણા પોલીસ દ્વારા તેમને સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું.
પોલીસ હમેશા લોકોને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે આ જે  વાસણા પોલીસ સ્ટેશનમાં એક મેસસ દ્વારા જાણવા મળ્યુ હતુ. કે આંબડેકર બ્રીજ પાસે એક પરિવાર સ્સુસાઈડ કરવા જઈ રહ્યો હતો.  ત્યા ખાત્રી કરવા જતા મનોજભાઈ મકવાણા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. 4 સભ્યના પરિવારમાંથી બે પરિવાના સભ્યોએ લોકોએ બચાવી લીધા હતા. પણ બે વ્યક્તિ નદીમાં કૂદી ગયા હતા. તે મનોજભાઈ મકવાણા પોતાના જીવની પરવા કર્યા વગર જે પરિવારના સભ્યો નદીમાં ડૂબી રહ્યા હતા. તેમને બચાવા માટે તરત જ કાઈ વિચાર્યા વગર કૂદી ગયા હતા. અને તેમને બચાવી લીધા હતા. અને તેમને રિવરફ્રન્ટ પોલીસ ખાતે પરિવારને સોપી દેવામાં આવ્યા હતા.
મનોજભાઈ મકવાણા જે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જે પરિવારને સ્સુસાઈડ કરવા જતા બચાવ્યો હતો. તે માનવતાના લીધે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. અને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

(12:27 PM IST)