<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા : શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ :ચરોતર, કાનમ, પંચમહાલ, ગોધરા, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, : મધ્યપ્રદેશમાંથી પાંચ હજાર ઉપરાંત શિબિરાર્થીઓ જોડાયા

વડતાલ તા. ૨૫ વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણા અને લાલજી મહારાજશ્રીના આશીર્વાદથી વડતાલમાં ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ-યુવા શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં ૫૦૦૦ ઉપરાંત બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ૨૪ થી ૨૬ મે, ૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીય શ્રી સહજાનંદી બાળ-યુવા શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના અધ્યક્ષ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો.સંતવલ્લભ સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપાનંદજી, પૂજ્યધ ર્મપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી - ઉજ્જૈન, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પા. ભાસ્કરભગત, ટ્રસ્ટી પા. ઘનશ્યામભગત અને રાજકોટ શ્રી બાલાજી મંદિરના પૂજારી કાંતિ ભગત તથા અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં અમરેલીના બાળકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારીશ્રી ડૉ. સંતવલ્લભ સ્વામીએ આઠમા સહજાનંદી બાળ યુવા શિબિર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ શિબિરમાં ચરોતર, કાનમ, પંચમહાલ, ગોધરા, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પાંચ હજાર ઉપરાંત બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. શિબિરમાં ભાગ લેવા આવેલા તમામ છોકરા-છોકરીઓએ તેમના કપાળે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ દ્વારા ચઢાવેલા ચંદનથી અર્ચા કરવામાં આવી હતી. ડો.સંતવલ્લભ સ્વામીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વોચ્ચ તીર્થસ્થળ વડતાલ ભૂમિમાં શિબિરના તમામ બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે. શિબિરમાં ભાગ લેવા આવેલા શિબિરાર્થીઓ વતી પ્રાર્થના કરી હતી કે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમને દરેક ક્ષેત્રે મોક્ષભાથુ બાંધીને ખુશ કરે. અધ્યક્ષ પૂજ્ય દેવપ્રકાશ સ્વામીએ વડતાલનો મહિમા અને શિબિરનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. અને નારાયણચરણ સ્વામી અને શ્યામવલ્લભ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નારાયણચરણ સ્વામીએ તેમની આગવી શૈલીમાં શિબિરનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેઓએ કહ્યું કે જો આપણે ભગવાન દ્વારા જીવીએ, તો આપણે ભગવાનના કહેવાય. જેમાં સત્સંગીઓને દારૂ ન પીવા, ચોરી ન કરવા, વ્યભિચાર ન કરવા, લસણ-ડુંગળી ન ખાવા, બાળકોને પંચવર્તમાનના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. વડોદરા વાડી મંદિરના પૂજ્ય ઇશ્વર સ્વામીએ બાળકોને તિલક-ચાંદલો અને શિખા વિશે સમજાવ્યું હતું. સવારે શ્રીહરિની પૂજા કર્યા પછી દરેક બાળકોને કપાળ પર તિલક-ચાંદલો કરવાનું કહેવામાં આવ્યું. તિલક-ચાંદલાને લીધે બીજાને ખબર પડે કે આપણે કયા સંપ્રદાયના છીએ.

ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પૂર્વ ડેપ્યુટી કમિશ્નર ચંદ્રકાંતભાઈ ગોહિલે બાળકોને સત્સંગીઓએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું તે સમજાવ્યું હતું. તેઓએ બાળકોને બહારનું ન ખાવાનું કહ્યું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:33 PM IST)