<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસમાં જોરદાર વધારો : : 2 દર્દીઓના મોત : સિવિલ હોસ્પિટલમાં 47 કેસ

હીટસ્ટ્રોકથી મગજ કામ કરવાનું બધ થઈ જાય. અને શરીર બેભાન અવસ્થામાં આવી જાય

 અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસમાં જોરદારનો વધારો નોંધાવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 47 કેસ નોંધાયા છે. અને 2 વ્યક્તિના હીટસ્ટ્રોકથી મોત પણ થયા છે.
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જતુ હોય છે. અને ગરમીના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે. અને હીટસ્ટ્રોના કારણે દવાખાના ઉભરાઈ રહ્યા છે. તેવામાં આજે સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના કેસોમાં સખત વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં 47 કેસ નોંધાવામાં આવ્યા છે. તેવામાં હીટસ્ટ્રોકથી 2 વ્યક્તિના મોત પણ થયા છે.  
જ્યારે શરીરનું તાપમાન 104 ડિગ્રી જેટલુ જતુ રહે ત્યારે હીટસ્ટ્રોકનો માનવી શિકાર બનતો હોય છે. આને તેને દવાખાના દાખલ કરવામાં  આવે છે.  હીટસ્ટ્રોકથી મગજ કામ કરવાનું બધ થઈ જાય. અને શરીર  બેભાન અવસ્થામાં આવી જાય છે. જેથી સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે. દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધવાના કારણે અમદાવાદ જેવા વિસ્તારમાં હીટસ્ટ્રોકનો બનાવ વધારે બની રહે છે.

(1:48 PM IST)