News of Saturday, 25th May 2024
સામાન્ય માણસ સાથે થયેલ અલગ અલગ ફ્રોડના નાણાં પરત મળ્યા
સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણાં પરત મેળવવાના અમદાવાદ સીપી દ્વારા અનુભવી એસીપી યુવરાજસિંહ ગોહિલને જવાબદારી સુપ્રત કરવાના નિર્ણયને સફળતા : શાકભાજી, પેન્સિલ જેવા ધંધાની લાલચ અપાયેલ : પીઆઇ એસ. એ પટેલ, પીઆઇ એસ.એસ સોલંકીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોવડ પીએસઆઈ એન.બી.ડોડીયા સ્ટાફની જહેમત ફળી

રાજકોટ તા. 25 : મિલકત વિરોધી ગુન્હાઓ રોકવા, રીઢા અપરાધીઓ સામે કાર્યવાહી કરવા, પાડોશી રાજયોમાંથી આવતા શરાબ અને તે ટ્રેસ ન થાય તે માટે જીપીએસ સિસ્ટમ્સ હેક કરવા જામર સાથેના વાહનો કબ્જે કરવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાંજીયાંન ટીમ દ્વારા ફૂલપ્રૂફ વ્યવસ્થા પગલે પગલે દેશના અન્ય રાજય માફક ગુજરાતમાં વધતા જતા સાઇબર ફોર્ડ મામલે સાયબર ક્રાઇમનો સાથે સાથે આ કાર્યવાહી ઝડપી થાય તે માટે સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવેલ જે સફળ રહ્યો છે.
અમદાવાદના કે ડીવીઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ સાયબર ક્રાઈમનું ખૂબ સારૂં નોલેજ ધરાવે છે, અને સુરતના કાર્યકાળ દરમિયાન તેવો દ્વારા તત્કાલીન સીપી અજય તોમરનાં માર્ગદર્શન હેઠળ જે કાર્યવાહી થયેલ, રાજય બહારથી ગુનેગારો પકડેલા તેની નોંધ હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાયેલ.
જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક કે જે સતત અન્ય કોઈ એજન્ડા વગર સતત પ્રજાહિતમાં કામ કરવા તત્પર રહે છે, તેમના ધ્યાને આ વાત લોકોના જ તેમના જેવા વિચાર ધરાવતા શુભેછચ્કો દ્વારા જાણવા મળતા સેકટર વડા બ્રજેસ ઝા સાથે ચર્ચા કરી યુવરાજસિંહ ગોહિલને આ દિશામાં આગળ વધવા સૂચવ્યું હતું.યુવરાજસિંહ ગોહિલ દ્વારા ડીસીપી ઝોન6 રવિ સની સાથે પોતાને સીપી દ્વાર મળેલ જવાબદારી અંગે વાત કરી આ બાબતે સ્ટાફને પણ ટ્રેન કરવા અંગેનો એજન્ડા રજૂ કરતાં તેવો દ્વારા તમામ સહકાર પ્રાપ્ત થતા સુંદર પરિણામ પોતાના સ્ટાફની જહેમતથી મેળવેલ છે.
સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એન.બી.ડોડીયા નાઓના સુપરવિઝન હેઠળ અત્રેના પો.સ્ટે.માં આવતી સાયબર ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા અરજી-ફરીયાદમાં આમ જનતા સાથે સોશીયલ મિડીયા તથા મોબાઇલ દ્વારા અલગ-અલગ લાલચ આપીને છેતરપીંડી કરી નાંણા પડાવતી હોય જેની ઊંડાણપુર્વક તપાસ કરી “NCCRP” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી અત્રેના પોલીસ સ્ટેશનના નિચે જણાવેલ અરજદારને તેઓની રકમ પરત અપાવી સારી કામગીરી કરેલ.
(1) ચિરાગ ધર્મેન્દ્રભાઇ આચાર્ય ઉ.વ.23 રહે મ નં-ઇ/99 એમ.ટી.એસ સ્ટાફ ક્વાર્ટ્સ જમાલપુર અમદાવાદ શહેર નાઓના ફોનમાં ફેસબુકમાં ઘરબેઠા પેન્સિલનો ધંધો કરવા બાબતેની જાહેરાત આધારે કુલ,57268નુ ફ્રોડ થયેલ જે પૈકી રૂ.32900ની રકમ પરત અપાવેલ છે.
(2) ગણેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.32 રહે મ નં-12/292 વસંત રજબ ક્વાર્ટ્સ બહેરામપુરા અમદાવાદ શહેર નાઓના ફોનમાં વોટસેઅપ ગૃપમાં ફુટ/શાકભાજીનો વેપાર ધંધા અર્થે કુલ,77000 નુ ફ્રોડ થયેલ જે પુરી રકમ રૂ.77000 પરત અપાવેલ છે.
(3) હરિવદરકોર વા/ઓફ જગરાજસિંગ જાતે ધાલીવાલ ઉ.વ.50 રહે 31/2 પઠાણ ની ચાલી ગીતા મંદિર અમદાવાદ શહેર નાઓના ફોનમાં ટેલીગ્રામમાં ટાસ્ક રમવા બાબતે કુલ,30,000નુ ફ્રોડ થયેલ જે પુરી રકમ રૂ.25,000 પરત અપાવેલ છે.
આ કામગીરી કરનાર કર્મચારીઓ કાળુભાઇ દેવજીભાઇ, રઘુભાઇ વિરજીભાઇ, તથા જીતેન્દ્રભાઈ સુરેશભાઇ છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
