તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 25th May 2024
ખેડૂતોને મગફળીના વાવેતર ઉપર બોનસ આપો : સિંગતેલના ભાવ પણ નીચા રહી શકશે
ખાદ્યતેલ - તેલીબિયા સંગઠને કૃષિમંત્રીને લખ્યો પત્ર : બોનસ મળશે તો ખેડૂતો વધુને વધુ મગફળીનું વાવેતર કરવા પ્રેરાશે

રાજકોટ, તા.૨૫: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને એક પત્ર લખી રાજયના ખેડૂતોને મગફળીના વાવેતર ઉપર પ્રોત્સાહન આપવા માંગણી કરી છે.
તેમણે પત્રમાં આપણા દેશમાં ખાદ્યતેલની મોટી ખાધ છે અને આપણી જરૂરિયાતનું ૬૫% જેટલું તેલ વિદેશોથી આયાત કરવું પડે છે. આ આયાત ઓછી કરવા આપણે ત્યાં તેલિબિયાનું, ખાસ કરીને જેમાં તેલની ટકાવારી વધુ હોય તેવા તેલિબિયાનું વાવેતર અને ઉત્પાદન વધે તે જોવું જરૂરી છે. આપણા રાજયમાં પાકતી મગફળીમાં તેલની ટકાવારી ઘણી ઉચી છે તેથી મગફળીનું વાવેતર વધે તે માટે ધનિષ્ઠ પ્રયાસો કરવા પડશે. ગત વર્ષે કેનદ સરકારે મગફળીના ટેકાના ભાવમાં ખાસ્સો વધારો કરેલ. તેમ છતાં મગફળીનું વાવેતર વધ્યું ન હતું. આપણા રાજયમાં વિવિધ સરકારી એજન્સીઓએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની તૈયારીઓ પણ કરેલ. પરંતુ બજારમાં ૫૦% જેટલી મગફળી ટેકાના ભાવ કરતા નીચે વેંચાતી હોવા છતાં ખેડુતો સરકારી એજન્સીઓને મગફળી વેંચવા ન આવ્યા ને નાફેડ, ગુજકો માસોલ જેવી સંસ્થાને એક કિલો મગફળી મળી નહી. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે સરકારી એજન્સીઓને મગફળી વેંચવા ખેડુતો ઉત્સુક નથી. વળી ઉચી MSPને કારણે મગફળીમાંથી ઉત્પન્ન થતા શીંગતેલની પડતર ઉચી આવે છે તેને કારણે સસ્તા આયાતી ખાદ્યતેલોની સ્પર્ધામાં શીંગતેલનો વપરાશ જોઈએ તેવો વધતો નથી.
આવા કારણોસર મગફળીના ટેકાના ભાવ વધારવા કરતા, ખેડુતોને મગફળીના વાવેતર પર બોનસ જાહેર કરવું જોઈએ. જેને કારણે ખેડુતો વધુને વધુ મગફળીનું વાવેતર કરવા પ્રેરાય. આ બોનસ મળવાને કારણે ખેડુતોને નીચા ભાવે મગફળી વેંચવી પોસાય, જેને કારણે શીંગતેલના ભાવ પણ નીચા રહે અને રાજયની પ્રજાને યોગ્ય ભાવે શીંગતેલ મળતું રહે. આપ એ હકીકતથી પણ સુવિદિત હશો કે મગફળી અને શીંગતેલમાં અનેક પોષક દ્રવ્યો રહેલ છે. તેમનો બહોળો વપરાશ જન આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે. તો અમારા જેવા એસોસીએશનોને સાથે રાખી, સરકારી લેવલે મગફળી અને શીંગતેલનો વપરાશ વધે તે માટે Systmatic ad Campaign ચલાવવું જોઈએ અને આ કોમોડીટીના ફાયદાઓ વિષે આમ જનતાને અવગત કરાવવી જોઈએ. સરકારી લેવલે આવા પગલાથી રાજયના ખેડુતો, શીંગદાણા અને શીંગતેલ ઉત્પાદકો અને જાહેર જનતા તમામને ફાયદો થશે. તેમજ આપણા અર્થતંત્ર ૫૨ ખાઘતેલની આયાત ઓછી થતા સકારાત્મક અસર પડશે. આપ તો આ પ્રશ્ને ખુબ જ અનુભવી અને અભ્યાસું છો તો અમારા આ સુચનો તાત્કાલીક ધોરણે અમલમાં લાવશો તેવી અમોને ખાત્રી છે. તેમ અંતમાં જણાવ્યું છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
