તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
ગુજરાતમાં ૩ દિવસમાં જ ૨૭ લોકો મોતને ભેટયાં
કોઇક હાર્ટએટેક, તો કોઇ બન્યા લૂનો શિકાર... છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમદાવાદ, તા.૨૫: રાજ્યમાં હીટવેવથી ઈમરજન્સીનાં કેસમાં વધારો થયો હતો. રાજ્યમાં ૧૬ થી ૨૪ મે સુધીમાં ૧૦૩૦ કેસ નોંધાયા છે. જ્યારે ૮૦૩ તાવનાં કેસ અને ૮૦ હીટ સ્ટ્રોકરનાં કેસ નોંધાયા છે. શુક્રવારે ગરમી લાગવાથી ૨૩૦ કેસ નોંધાયા છે. જેમાં ૨૩૦ માંથી ૧૬૮ તાવના કેસ અને ૨૮ હીટસ્ટ્રોકનાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૧૬ થી ૨૪ મે સુધીમાં ૩૨૫ કેસ નોંધાયા છે. ૩૨૫ માંથી ૨૪૫ તાવનાં અને ૩૦ કેસ હીટસ્ટ્રોકનાં નોંધાયા છે. શુક્રવારે તાપમાન વધતા ૯૬ કેસ નોંધાયા હતા. ૯૬ માંથી તાવનાં ૬૪ કેસ અને ૧૫ હીટસ્ટ્રોકનાં કેસ નોંધાયા હતા.
સુરેન્દ્રનગરનાં લખતરમાં ૨૦ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મોચી બજારમાં રહેતા પાર્થ પટેલનું મોત નિપજ્યું હતું. બપોરે જમ્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. અચાનક હાર્ટ એટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર પહેલા જ તબીબે યુવકને મળત જાહેર કર્યો હતો.
રાજકોટમાં લૂ લાગવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ૬૩ વર્ષીય શાંતિલાલ આંબલિયાનું મોત નિપજ્યું હતું. અવધનાં ઢાળિયા વિસ્તારમાંથી મળતદેહ મળતા મળતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લૂ લાગવાથી મોત થયાનું સામે આવ્યું હતું. રામવન પાછળથી મળતદેહ મળી આવ્યો હતો.
સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વધુ છ લોકો મોતને ભેટયા હતા. અલગ અલગ છ બનાવમાં લોકો મોતને ભેટયા હતા. ઓટલા ઉપર બેઠેલા યુવકનું ઢળી પડ્યા બાદ મોત નિપજ્યું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન સુરતમાં ૨૫ લોકોનાં મોત થયા છે. તમામ લોકોના મોત હીટ સ્ટ્રોકનાં કારણે થયા કે કેમ તેનું કારણ અકબંધ રહ્યું હતું. શહેરમાં અચાનક બેભાન, ગભરામણ, ખેંચ આવવાનાં કારણે મોતના બનાવો બન્યા હતા. શુક્રવારે વધુ છ લોકોના મોત નિપજ્યા હતા. સુરતમાં છેલ્લા ત્રણ દિવસ હીટવેવને કારણે ૨૫ લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. સુરતમાં છેલ્લા ત્રણ દિવસ હીટવેવનો વોર્ડ કાર્યરત કરાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૧૫ લોકોને દાખલ કરાયા હતા. સતત વધી રહેલા શંકાસ્પદ મોતનાં કારણે તંત્ર ચિંતિત છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
