News of Saturday, 25th May 2024
શહેરની હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા
ગરમીના કારણે બાળકની કિડની ફેલ થઈ: ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું

અમદાવાદ, તા.૨૫ :અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શહેરોમાં ભેશણ ઘરની પડી રહી છે જેના કારણે લોકોના સ્વાદ પર ખરાબ અસરો થઈ રહી છે ત્યારે અમદાવાદમાં ગરમીના કારણે બાળકની કિડની ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બાળકનું મોત થયું છે. રાજ્યની સાથે અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. ૧૦ દિવસ અને ૧૩ દિવસના બાળકોના મૃત્યુ થયા છે. વધુ ગરમીના કારણે કિડની ફેઈલ થઈ જતા બાળકોના મોત થયા છે. બંને બાળક અમદાવાદના હોવાનો સુપ્રિન્ટેન્ડેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે ૨ લોકોના મોત થયા હતા. અમદાવાદમાં ગરમીના કારણે મોતનો આંકડો ૪ પર પહોંચ્યો છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં ૫ દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
