તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
યુવતીને રસ્તામાં અલગ-અલગ ત્રણ હેવાન મળ્યા
દાહોદથી બસમાં નીકળેલી યુવતી પહોંચી નર્કના દ્વારે : પોલીસે ટીમ બનાવીને બાળકીની શોધખોળ હાથ ધરી હતી પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા

દાહોદ, તા.૨૫ :બાળકોના અપહરણના ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. નાના બાળકોથી લઇ રાજ્યભરમાં ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટા બાળકોની તસ્કરી થતી હોય તેવા ગુનાઓમાં વધારી થઇ રહ્યો છે.
આવો જ એક બનાવ દાહોદમાંથી સામે આવ્યો છે. જેમાં એક બાળકીનું તેના ઘરેથી અપહરણ કરીને આરોપી તેને મોટર સાયકલ પર બેસાડી સુરત જતી એસ.ટી બસમાં બેસાડી દીધી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જણાવી દઈએ કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો જોઈએ તો, દાહોદના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ ૨૨/૧૨/૨૦૨૨ ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં ચાકલીયા ટીંબી ફળિયાનો યુવક લીલેશ રસુ ચરપોટ ગામની એક બાળકીને તેના ઘરે થી મોટર સાયકલ પર બેસાડી લીમખેડા ખાતે લઈ ગયો હતો. ત્યાર બાદ ત્યાંથી સુરત જતી એસ.ટી બસમાં ભોગ બનનાર બાળકીને બેસાડી દીધેલ હતી. જે સુરત માટેની બસમાં બાળકીને બેસાડવામાં આવી હતી તેમાં આરોપી લીલેશ સાથે હતો જ નહિ .
બાળકીને એકલી જોઈને રાહુલ નામના વ્યક્તિએ તેના સાથે વાતચીત કરી હતી. આરોપી રાહુલે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેન્ડ નજીક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને પછી તેને પરત બસ સ્ટેન્ડ ખાતે મૂકી ફરાર થઈ ગયો. ત્યાર પછી એક પૂજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવી તેને પોતાના ઘરે લઈ ગયા.
આરોપીઓએ પોતાના ઘરે ૫ દીવસ રાખી અને પછી સુરતથી બને વ્યક્તિઓએ ભોગ બનનાર દીકરીને લઈને વારાણસી લઈ ગયા અને તેની પાસે ૭ માસ જેટલા સમય સુધી દેહ વ્યાપાર પ્રવૃત્તિ કરાવી. આ બન્ને વ્યક્તિઓએ બાળકીને અન્ય વ્યક્તિ વીરેન્દ્રસિંહ યાદવને સોંપી દીધી હતી. તેને બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું અને શબનમ પઠાણ નામની સ્ત્રી પાસે દેહ વ્યાપાર પ્રવૃતિ કરાવી હતી.
બનાવ સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવી અપહરણનો ભોગ બનેલ દીકરીની શોધખોળ શરૃ કરી હતી. જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી સુરત, મુંબઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી.
તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફોઈ ના ઘરે આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીનો કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ દાહોદ કલ્યાણ સમિતિને સાથે રાખી ભોગ બનનાર દીકરી ની પૂછપરછ કરાતા કેટલાક ઘણા મોટા ખુલાસા થયા હતા. આ મામલે પોલીસે હાલ કુલ ૫ની ધરપકડ કરી છે. તેમજ અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પકડમાં આવેલ આરોપી આનંદ સિંહ પહેલાથી ઉત્તરપ્રદેશના કુલ ૬ ગુનાઓમાં સંડોવાયેલો છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
