તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
સ્માર્ટ મીટરનો કહેર :અમદાવાદના મધ્યમવર્ગીય મહિલાને 6.77 લાખનું મસમોટું બિલ આવતા પરિવારજનો આઘાતમાં
રેખાબેનનો પરિવાર મહિને 20,000 જ કમાય છે અને લાઇટ બીલ મહિનાનું 6 લાખ 67 હજાર આવ્યું ;એક ગણિત મુજબ બધું 24 કલાક ચાલુ રાખે તો પણ ક્યારેય આટલું બીલ આવી શકે નહીં.

અમદાવાદના નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખબેનને UGVCL માંથી મેસેજ આવ્યો છે, જેમાં તેમના સ્માર્ટ મીટરનું 6,77,873.12 રૂપિયાનું બીલ ભરવાનું કહેવામાં આવ્યું છે. આ બીલનો મેસેજ જોતા જ પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. રેખાબેને જણાવ્યું હતું કે, અમારે દર 2 મહિને 3 થી 6 હજાર બીલ આવે છે. તેની સામે સ્માર્ટ મીટરનું પોણા સાત લાખનું બીલ જોતા અમને ઊંઘ પણ આવતી નથી.
નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેનને મોટું બીલ આવતા પરિવારને શોક લાગ્યો હતો. તેમને ચાલુ મહિનાનું બીલ પોણા સાત લાખ રૂપિયા આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, દર મહિને જૂના મીટરમાં તેમને 4 થી 5 હજાર બીલ આવે છે. આ સાથે જ, તેઓએ સાદા મીટરનું બીલ 15 મેના રોજ જ ભર્યું હતું. રેખાબેનનો પરિવાર મહિને 20,000 જ કમાય છે અને લાઇટ બીલ મહિનાનું 6 લાખ 67 હજાર આવ્યું છે
ફ્લેટમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારના ઘરમાં 5 પંખા અને 1 કુલર દેખાયું, 1 ટીવી, 1 ફ્રીઝ, 1 વોશિંગ મશીન અને દોઢ ટનના 2 AC, 5 ટ્યૂબ લાઈટ અને 4 બલ્બ જોવા મળ્યા હતા. આ પરિવાર એક ગણિત મુજબ આ બધું 24 કલાક ચાલુ રાખે તો પણ ક્યારેય આટલું બીલ આવી શકે નહીં. આમ છતાં, આ પરિવાર ને UGVCL દ્વારા લાખો રૂપિયાનું બીલ ફટકારવામાં આવ્યું છે.
આ અગાઉ સાદા મીટર દ્વારા 6500 ઉપર લાઈટ બીલ ક્યારેય આવ્યું નથી.એટલું જ નહી ડિસેમ્બર જાન્યુઆરીમાં માત્ર 3400 રૂપિયા જ બીલ આવ્યું હતું, જ્યારે ફેબ્રુઆરી- માર્ચમાં 3590 બીલ આવ્યું હતું. ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, ત્યાં બરોડા અને અમદાવાદના ગ્રાહકોને લાખો રૂપિયાનું બીલ મળ્યું છે. ત્યારે લાખો રૂપિયાનું આવેલું બીલ સાચું છે કે, કોઈ ગરબડને કારણે આવ્યું છે, તે તપાસનો વિષય છે
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
