<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટ પંથકના એક પણ વકીલ આરોપીઓનો કેસ નહિ લડે: એક માતા તેના નાના બાળકને બચાવવા બથમાં લઈ મૃત્યુ પામી હોવાના દ્રશ્યોએ ભલભલાને હચમચાવી દીધા: મૃતકોમાં ત્રણ મહિલા અને ૧૮ વર્ષથી નાના સાત બાળકોનો સમાવેશ

ત્રણ મહિલા, સાત બાળકો અને કિશોરો સહિત ૨૮ના મૃત્યુ થયા: હૃદયદ્રાવક દ્રશ્યો:  એક માતા તેના નાના બાળકને બચાવવા બથમાં લઈ મૃત્યુ પામી હોવાના દ્રશ્યોએ ,ભલભલાને હચમચાવી દીધા: સ્થળ પરના પત્રકાર તસવીરકારોની આંખો ભરાઈ આવી

ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવવા નીકળી ગયા, મોડી રાત્રે પહોંચશે. ભુપેન્દ્રભાઈ પણ આવી રહ્યા છે.

૪૦ ડોક્ટરોની ખાસ ટીમ અમદાવાદથી રાજકોટ આવે તેવી શક્યતા: પોસ્ટ મોર્ટમ અને ડીએનએ તપાસ માટે આવી રહ્યાનું જાણવા મળે છે.

રાજકોટનો કાલાવડ રોડ એમ્બ્યુલન્સની ચિચિયારીઓથી ગાજી ઉઠ્યો છે.

રાજકોટ પંથકના એક પણ વકીલ આરોપીઓનો કેસ નહિ લડે તેવું નક્કી કર્યાનું જાણવા મળે છે.

(11:19 PM IST)