<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

સુભાષ ત્રિવેદી અને બંછાનિધિ પાની સહિત પાંચ ટોચના આઈએએસ આઈપીએસ ઓફિસરોની સીટની રચના: ૭૨ કલાકમાં પ્રાથમિક અને દસ દિવસમાં અંતિમ રિપોર્ટ સુપ્રત કરશે: મૃત્યુ આંક ૩૨

રાજકોટના ભયાનક અગ્નિકાંડમાં મૃત્યુ આંક મોડી રાત્રે ૧૧.૧૫ વાગે ૩૨ ઉપર પહોંચ્યો છે ત્યારે ગુજરાત સરકારે સીઆઇડી ક્રાઈમના  પોલીસ વડા સુભાષ ત્રિવેદી, કમિશનર ટેકનિકલ એજ્યુકેશન  બંછાનિધિ પાની સહિત પાંચ ટોચના અધિકારીઓની સીટની રચના કરી છે.

પ્રાથમિક રિપોર્ટ ૭૨ કલાકમાં અને વિગતવાર અહેવાલ દસ દિવસમાં સરકારને સોંપશે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચપી સંઘવી અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન ખડીયા અને ક્વોલિટી કંટ્રોલ માર્ગ અને મકાન વિભાગના સુપ્રીનટેન્ડેન્ટ એન્જિનિયર એમબી દેસાઈનો સમાવેશ થાય છે.

આગના કારણો, ગેમિંગ ઝોનને મંજૂરી મળેલ કે કેમ, બાંધકામને મંજૂરી મળેલ ? ફાયર એનઓસી મેળવવામાં આવેલ ? ઇમરજન્સી એકઝીટની શું વ્યવસ્થા ? સહિતના મુદ્દા જોવાના રહેશે.

(11:28 PM IST)