<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

સાઇ ટ્રાફિક એજ્યુકેશન ,ટ્રસ્ટ રાજપીપલા દ્વારા આકરી ગરમીમાં છાસ નું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:અધિક્ષક નર્મદાના માર્ગદર્શન હેઠળ રાજપીપલા ટાઉન પોલિસ સ્ટેશનના પી.આઇ આર.એસ.ડોડીયા તથા જીલ્લા ટ્રાફિક શાખાના  એસ.એમ,સિંધા ના નેત્રૃત્વ હેઠળ વધુ ગરમી પડતીના કારણે રાજપીપલા શહેરમાં ફરજ બજાવતા T.R.B હોમગાર્ડ, જી.આર.ડી તથા પોલીસ કર્મચારીઓને સાઇ ટ્રાફિક એજ્યુકેશન ,ટ્રસ્ટ રાજપીપલા દ્વારા સંસ્થાના પ્રમુખ યોગેશ પટેલ તથા T.R.B પરિવાર દ્વારા સરબત તથા છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ કુદરતી પ્રકોપના કારણે વધતી જતી ગરમીને ધ્યાને રાખીનેખીને સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા T.R.B જવાનોને પોતાની ફરજ પરની સેવા કરવા માટે છાયડામાં ઉભા રહી અને માથા પર ટોપી પહેરીને સેવા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આ સાથે સરબત છાસ વિતરણ દરમ્યાન સરકારના ઉત્તમ વિભાગો જેવા કે  એસ.ટી તથા ૧૦૮ ના કર્મચારીઓને પણ છાસ તથા સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સેવાને લોકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.



 

(12:53 AM IST)