<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

વિશ્વ હાયપરટેંશન દિવસના ભાગરુપે નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે શપથ લેવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: વિશ્વ હાયપરટેંશન દિવસ ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આરોગ્ય કેમ્પ અને પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા ખાતે આવેલ તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે   વિશ્વ હાયપરટેંશન દિવસ અંગે "ચાલો આપણા હૃદયના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા અને તંદુરસ્ત બ્લડ પ્રેશર જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો સંકલ્પ કરીએ. માહિતગાર અને સક્રિય રહેવાથી, અમે હૃદય રોગના જોખમને ઘટાડી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ." ની શપથ (Pleadge) આરોગ્ય કેન્દ્રો ના તમામ સ્ટાફ દ્વારા લેવામાં આવી હતી.


 

(12:55 AM IST)