News of Sunday, 26th May 2024
માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે: વારંવારની ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું: શક્તિસિંહ ગોહિલ
રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું: કહ્યું સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી !

અમદાવાદ : રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે. માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું. વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું.
સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું. સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે તેવા આક્ષેપો તેમના દ્વારા કારવમાં આવ્યા હતા. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આવ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. તેમણે એમ પણ કહ્યું કે,કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે.
બેલા માથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા. નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
