તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 26th May 2024
વાવડી ગામમાં ચક્કર આવતા પડી ગયેલા શખ્સનું મોત : આકરી ગરમી જવાબદાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામમાં પોતના ઘરમાં જ એક આધેડને ચકકર આવતા પડવાથી માથામાં ઇજા થયા બાદ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર દિનેશભાઇ ચીમનભાઇ વસાવા (ઉ.વ.૪૫ )ધંધો-મજુરી( રહે-વાવડી, સડક ફળીયુ) નાઓ પોતાના ઘરે પોતાની જાતે ઘરના બાથરૂમાં ચક્કર આવી જતા પડી જવાથી માથાના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે લઇ જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.કદાચ આકરી ગરમીના કારણે આ શખ્સ ને ચક્કર આવ્યા હોવાનું અનુમાન લગાવી શકાય. રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
