તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 26th May 2024
મોટી બેડવાણ ગામમાં કોમન પ્લોટ બાબતે ઝગડો થતા મહિલાને પથ્થર મારી ઇજા કરનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટી બેડવાણ ગામમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થતા એક શખ્શે મહિલાને પથ્થર મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર મોતીબેન રમણભાઇ મનસાભાઈ વસાવા( ઉ.વ.૩૭ )(રહે.મોટી બેડવાણ નવી વસાહત) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયાના ચંદ્રસિંગ ભાઇ મંગાભાઇ વસાવા રહે. મોટી બેડવાણ નવી વસાહ જણાવેલ કે અઠવાડીયા પહેલા કોમન પ્લોટમા તમારા કરાઠા મુકેલ તે મે ફેકી દીધા છે અને હુ મારુ ઘર બનાવવાનો છુ તમે તમારી કોઇપણ વસ્તુ આ કોમન પ્લોટમાં મુકશો નહી તેમ જણાવતા મંછાભાઇએ જણાવેલ કે, આ કોમન પ્લોટ છે બધાનો હક્ક લાગે છે, અમોને પણ જગ્યા આપો તો સારૂ, તેમ કહેતા મોતીબેન એકદમ ઉશેકરાઈ જઇ ગમે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી રસ્તા ઉપરથી છુટો પથ્થર હાથમાં લઈ મોતીબેન ને માથાના કપાળના ભાગે પથ્થર મારી દઇ ઇજા પહોંચાડતા તેમને દેડીયાપાડા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન માથાના કપાળના ભાગે ત્રણ ટાંકા આવતા ડેડીયાપાડા પોલીસે ચંદ્રસિંગભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
