<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અગ્નિકાંડ મુદ્દે રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશનનો ખુલાસો માંગતી હાઇકોર્ટ

રવિવારે રજાના દિવસે ‘‘સુઓમોટો'' હાઇકોર્ટે દાખલ કરી માનવસર્જીત હોનારત અંગે રાજ્‍યની ચારેય મહાનગર પાલિકાને ગેમીંગની પરવાનગી-ફાયર સેફટી મુદ્દે ખુલાશો રજુ કરવા આદેશ : આજે હાઇકોર્ટમાં સુનવણીના પગલે તંત્ર દોડતુ થયુ

રાજકોટ,તા.૨૭ : રાજકોટમાં ટીઆરપી ગેમીંગ ઝોનમાં લાગેલી આગમાં  નિર્દોષ બાળકો, યુવાનો સહિત ૨૭થી વધુ લોકો અગનજવાળામાં ભડથું થઈ જવાના ગુજરાત સહિત દેશભરમાં લઈ ખળભળાટ મચાવી મૂકનારા ગોઝારા કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટ પણ આજે રવિવારની રજા અને વેકેશન હોવા છતાં કોર્ટ ચાલુ કરાવી અરજન્‍ટ સુનાવણી હાથ ધરી હતી અને રાજકોટ ગેમીંગ ઝોન  અગ્નિકાંડને લઇ સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. જસ્‍ટિસ બીરેન વૈષ્‍ણવ અને જસ્‍ટિસ દેવન કરત એમ.દેસાઇની ખંડપીઠે ગેમીંગ ઝોનની ગોઝારી દુર્ઘટનાને લઇ રાજ્‍ય મ્‍યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓનો જોરદાર ઉધડો લઇ નાખ્‍યો હતો. અને બહુજ માર્મિક ટકોર કરી હતી  કે, આ આકસ્‍મિક નહીં પરંતુ માનવ સર્જિત ડિઝાસ્‍ટર (હોનારત) છે, જે અક્ષમ્‍ય છે. 

હાઇકોર્ટે આ સુઓમોટો પીઆઇએલની વધુ સુનવણી આવતીકાલ પર મુકરર કરી છે. પરંતુ તે પહેલા આ સમગ્ર દુર્ઘટના મામલે વિગતવાર ખુલાસો રજુ કરવા રાજકોટ મ્‍યુનિસ્‍પિલ કોર્પોરેશનને ફરમાન કર્યું છે. સાથે સાથે હાઇકોર્ટે ગેમીંગઝોન મુદ્દે તેને અપાતી જરૂરી પરવાનગી, ફાયર એનઓસી સહિતના વિવિધ બાબતોને લઈ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને પણ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ફાયરસેફ્‌ટીના પાલનને લઈને પણ કોર્પોરેશનના સત્તાવાળાઓ પાસેથી ખુલાસો માંગ્‍યો છે. બીજીબાજુ, ઍડવોકેટ અમિત પંચાલે પણ ફાયરસેફટી મુદ્દે હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના ચુકાદાઓ હોવા છતાં તેનું પાલન નહી થતાં ગેમીંગ ઝોનની દુર્ઘટના સર્જાઈ હોવા મામલે અરજન્‍ટ રિટ અરજી દાખલ કરવામાં આવી હતી અને તેની સુનાવણી પણ આવતીકાલે હાથ ધરાશે. હાઈકોર્ટે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો પરત્‍વે ભારે સંવેદના દાખવી માર્મિક ટકોર કરી હતી કે, પ્રથમદર્શનીય રીતે જ આ માનવ સર્જિત હોનારત છે, જેમાં ઘણા લોકોઍ જીવ ગુમાવ્‍યા છે અને તેમના પરિવારજનો તેમના કુટુંબીજનના નિધનને પગલે આઘાતમાં ગરકાવ બન્‍યા છે. અખબારી અહેવાલો પરથી ઍ પણ સ્‍પષ્ટ થાય છે કે, રાજકોટ ગેમીંગ ઝોનમાં જવલનશીલ(ત્‍વરિત આગ પકડી લે) તેવા ટાયર, ફાયબર ગ્‍લાસ શેડ્‍સ  સહિતના મટીરીયલ્‍સનો જથ્‍થો પડેલો હતો.

 ચાલતો હોવાનું ધ્‍યાન પર આવતાં રાજય સરકાર અને રાજયના અન્‍ય તમામ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોને પણ આ માટેના લાયસન્‍સ, ફાયરસેફ્‌ટીના નિયમો અને પાલન માટેના લાયસેન્‍સનું ગેમીંગ ઝોન દ્વારા પાલન થાય છે કે નહી તે મુદ્દે ખુલાસો કરવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે જણાવ્‍યું હતું કે, આજે આપણે રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં લાગેલી આગમાં ૨૭ નિર્દોષ લોકો જીવતા ભુંજાઈ જવાની કરૂણાંતિકાને લઈ ભેગા થયા છીઍ. આસમગ્ર દુર્ઘટનાને લઇ સ્‍થાનિક તેમજ રાષ્‍ટ્રીય કક્ષાના અખબારોમાં અહેવાલો પ્રસિધ્‍ધ થયા છે. જેમાં કોઇક અખબારમાં તો આ દુર્ઘટનામાં ૪૦ જણાંના મોતનો ઉલ્લેખ છે. હાઈકોર્ટે ભારે આઘાત વ્‍યકત કરતાં જણાવ્‍યું કે, રાજકોટના ગેમીંગ ઝોન દ્વારા ગુજરાત કોમ્‍પ્રીહેન્‍સીવ જનરલ ડેવલપમેન્‍ટ રેગ્‍યુલેશન્‍સ (જીડીસીઆર)માં છટકબારીઓ દ્વારા પોતાની ગેરકાયદે પ્રવળત્તિ ચલાવવા માટે ગેરલાભ ઉઠાવાયો છે. ઍટલે સુધી કે, સંબંધિત સત્તાવાળાઓની કાયદેસર મંજૂરી કે પરવાનગી લીધા વિના જ ગેમીંગ ઝોન શરૂ કરી દેવાયો હતો. કાયદેસર મંજૂરીની પળોજણમાં પડયા વિના અને તે ટેકનીકાલિટીમાંથી બચવા દેખીતી રીતે પતરાના શેડમાં ગેમીંગ ઝોનનું સ્‍ટ્રકચર ઉભુ કરી દેવાયું હતું.

(12:03 PM IST)