News of Monday, 27th May 2024
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી : દક્ષિણમાં વરસાદ અને ઉત્તરમાં હીટવેવની શક્યતા
કાલથી ગરમીમાં રાહત મળશે :દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં આકરા તાપમાં શેકાઇ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી સામે આવી છે. દક્ષિણમાં વરસાદ તો, ઉત્તરમાં હીટવેવની આગાહી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં વરસાદની આગાહી છે.
આ તરફ ગુજરાતના કેટલાક ભાગમાં હીટવેવની આગાહી છે. આજે ગુજરાતના ચાર જિલ્લામાં હીટવેવની આગાહી છે. આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી છે.
અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી છે. આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. કાલથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે
છેલ્લા 24 કલાકમાં આણંદ અને વલ્લભ વિધ્યાનગરમાં હીટવેવ નોંધાયુ છે. આ સાથે અમદાવાદમાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
