<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાત્રે અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા : માધવપુરમાં પ્રેમલગ્ન કરી ભાગી ગયેલાના સમાધાનમાં ગયેલા વિનોદભાઈને ત્રણ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીકી પતાવી દીધા

બંને પક્ષે બોલાચાલી બાદ છોકરાના પક્ષના લોકોએ ગુસ્સામાં આવી છોકરીના પક્ષના વિનોદભાઈ પર છરાના ઘા મારી હત્યા કરી

અમદાવાદમાં કાલે રાત્રે માધવપુરા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલા છોકરા છોકરી વચ્ચે સમાધાન માટે ગયેલા વિનોદભાઈ ત્રણ શખ્સે છરીના ઘા મારીની હત્યા કરી હતી. જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તે આજે સવારે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

   અમદાવાદમાં માધવપુરા ભારત નગર સોસાયટીમાં રહેતા વિનોદભાઈનું મર્ડર કરવામાં આવ્યુ હતુ.  એક જ સમાજના છોકરા છોકરીઓ ઘરેથી ભાગી ગયા હતા. તેથી સમાજના લોકો સમાધાન માટે રાત્રે માધુવપુરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈના ત્યા ગયા હતા. ત્યારે કોઈ કારણ સર બંન્ને પક્ષ વચ્ચે બેલાચાલી થઈ હતી. તેવામાં છોકરાના પક્ષના લોકોને ગુસ્સામાં આવીને છોકરીના પક્ષના વિનોદભાઈ ઉપર છરાના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી.
વિનોદભાઈ બંન્ને છોકરા છોકરી એક જ સમાજના હોવાથી બંન્ને વચ્ચે સમાધાન કરવા માટે ગયા હતા. છોકરાના પક્ષમાંથી ત્રણ શખ્સોએ ગુસ્સામાં આવીને વિનોદભાઈનું મર્ડર કરી નાખ્યુ હતુ. જ્યારે તેમનું મર્ડર કર્યુ ત્યારે આજુ બાજુના લોકો ડરનો માહોલ જોવા મળ્યો હતો. અને વિનોદભાઈને તાત્કાલિક એસવીજીમાં લઈ ગયા હતા. ત્યારે આજે સવારે વિનોદભાઈનો મૃત જાહેર કર્યો હતો. તેની છોકરાના પક્ષના ત્રણ લોકો સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. અને પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા.

(4:07 PM IST)