News of Monday, 27th May 2024
ગુલાબનું ચિત્ર જ નહિ, જોનારને તેની ખુશ્બુનો અહેસાસ થાય તે જ આર્ટિસ્ટની સફળતા : અજય ચૌધરી
અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનરનો એબસ્ટ્રેકટ લાઇવ શો જોવા લોકો ઉમટી પડ્યા

રાજકોટ તા. : ગુલાબનું આબેહૂબ ચિત્ર દોરી તેને કેનવાસ પર ઉતરવું એ બહુ અઘરી બાબત નથી પણ તમારું ચિત્ર પેઇન્ટિંગ નિહાળનારનર તેમાં ગુલાબની ખુદબુનો અહેસાસ થાય તે સફળતા છે તેમ અમદાવાદના લોકપ્રિય સ્પેશ્યલ પોલીસ કમિશનર અને વિશ્વભરની આર્ટ ગેલેરીમાં જેમના એબસ્ટેકટ આર્ટ ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે, અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી સહિતની હસ્તીઓ જેમની આર્ટનાં પ્રશંસક છે તેવા અજય ચોધરીએ જણાવ્યું હતું.
આ પેઈન્ટિંગને તૈયાર કરવા માટેની કોઈ અલ્ટીમેટ સમરી નથી જરૂરી. એન્સ્ટ્રેકટ આર્ટ એટલે કંઈ ન હોવા છત્તા પણ ઘણું બધું હોવા સમાન છે. આ વાત મેં મારી ૪૦ વર્ષની આર્ટ સફરમાં ફિલ કરી છે.ઁ આ શબ્દો છે ત્ભ્લ્ ઓફિસર અને આર્ટિસ્ટ એવા અજય ચૌધરીના. અમદાવાદની ગુફા ગેલેરી ખાતે લાઈવ પેઇન્ટિંગ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે, આ કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય આર્ટિસ્ટને આ બાબતો જણાવી હતી.
વધુમાં જણાવતા અજય ચૌધરીએ કહ્યું કે, કોઈપણ આર્ટ એ આર્ટિસ્ટને અંદર રહેલી ઊર્જાને બહાર લાવવાની તક આપે છે. જ્યારે, તમને ઈનર કોલ આવે ત્યારે, જો તમે તરત જ આર્ટ
તૈયાર કરવાનું શરૂ કરી દેશો, તો તમે તે આર્ટ સાથે ચોક્કસથી કનેકટ થઈ શકો છો. માનવજીવમાં આર્ટ એ સેલ્ફ ર્લનિંગ સાથે સેલ્ફ ડેવલપમેન્ટમાં પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. આર્ટની શરૂઆત થાય ત્યાંથી લઈને આર્ટ કમ્પ્લિટ થાય ત્યાં સુધીમાં જો તમે નોટિસ કર્યું હોય તો, આર્ટિસ્ટમાં એક અલગ જ -કારની મેચ્યોરિટી વર્તાય છે. દરેક આર્ટિસ્ટ મારી આ વાતથી તો ચોક્કસ સહેમત થશે કે, જે આર્ટિસ્ટ પોતાના આર્ટને સન્માન સાથે આગળ લઈ જાય છે, તેનું બાળપણ ક્યારેય પૂરું નથી થતું. કારણ કે, આર્ટિસ્ટ પોતાના આર્ટને બાળકની માફક સાચવે છે.'
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
