તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો તાલ : શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ અને ગ્રામ્ય સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાના આદેશ
સ્કુલમાં ફાયર સેફ્ટી કે અન્ય સુવિધાઓ નહી હોય તો તે સ્કુલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરાશે

અમદાવાદ અને ગામડાની શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે. અને જે સ્કુલમાં ફાયર સેફ્ટી કે અન્ય સુવિધાઓ નહી હોય તો તે સ્કુલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં શનિવારે ભયંકર ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. તેવામાં કેટલાક નાના છોકરાઓ પણ ભોગ બન્યા હતા. તેનો પડધો હવે સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. તે કાલે રવિવારે આખો દિવસ અમદાવાદની ગેંમિગ ઝોનની તપાસ ચાલી રહી હતી. ત્યારે આજે સવારે અમદાવાદની અને ગ્રામ્ય વિસ્તારની સ્કુલોમાં હવે ફાયર સેફ્ટી લઈને તપાસ કરવામાં આવશે. અને જે સ્કૂલોમાં વ્યવસ્થાનો અભાવ હશે. તે સ્કૂલોને કડકમાં કડક સજા કરવામાં આવશે. અને કદાચ તે સ્કૂલોનું લાઈન્સન રદ્દ પણ થઈ શકે છે.
રવિવારના દિવસે પણ અમદાવાદના ઠેર ઠેર જ્યાં ગેંમિગ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. . ત્યા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે સ્કૂલોનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા હવે સરપ્રાઈઝ ચેકિગ કરવામાં કરવામાં આવશે. દરેક અમદાવાદ હોય કે ગ્રામ્ય સ્કુલોમાં ચેકિગ કરવામાં આવશે. દરેક સ્કૂલોને નોટીસ આપવામાં આવી છે. કે તમારી સ્કૂલોમાં ફાયર સેફ્ટી છે કે નહી અને તમારી સ્કૂલોમાં એનઓસી છે કે નહી. તેનો રીપોર્ટ આપવાનું કહેવામાં આવ્યુ છે. અત્યારે ઉનાળાનું વેકેશન હોવાથી સ્કૂલો બંધ છે. તેથી જે સ્કૂલો જોડે આવી પરમિશન ના હોય કે સાધનો ના હોય તો તેમને તાત્કાલિક વસાવાનું કહેવામાં આવ્યું છે. અને શિક્ષણ વિભાગ દ્વારા તેમને ફાયર સેફ્ટી દ્વારા તેમને એક ટ્રેનિગ આપવામાં આવશે. તેની જો આવા પ્રકારની આગના બનાવો બને તો કેવા પ્રકારનો કામ કરવું તેમને ખ્યાલ આવે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
