તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
ઓર્ગેનાઈઝ ક્રાઇમ સીન્ડીકેટ સામે આ કારણોસર અમારી ટીમે કાનૂની જંગ માંડ્યો છેઃ નિતેશ પાંડે
આ ગેંગનાં સૂત્રધારનાં વડીલ સોમાલિયાથી ઘાતક શષા કારબાઈન ગન અને કારતૂસ ભારતમાં લાવેલ, આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન નીચે ચાલતી કાર્યવાહીના સુકાની એવા દ્વારકા એસપી કુખ્યાત ગેંગનાં ગુન્હાહિત ઇતિહાસની ગાથા અકિલા સમક્ષ વર્ણવે છે એક યુગમાં કુખ્યાત તાલબ અને તે પછીના લોકોના કારણે દાણચોરીના સ્વર્ગ માનતા સલાયા વિસ્તાર અને ખંભાળિયા વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણ કરવા સાથે લોકોને ડરાવવા ધમકાવવા રણનીતિ હતી

રાજકોટ,તા.ર૭: જામનગરનાં ભુમાફીયાઓ સામે વડાપ્રધાન કાર્યાલય સુધીની ફરિયાદ સંદર્ભેની કાર્યવાહી માટે તત્કાલીન એસપી દીપેનભદ્ર દ્વારા રાજ્ય સરકારમાં ખાસ ભલામણ કરી, જેમની નિમણૂક કરવામાં આવેલ તેવા તત્કાલીન જામનગરઅએસપી અને હાલના દ્વારકાના એસપી નિતેશ પાંડેની વિશેષ મિશન માટે ખાસ પસંદગી થાય છે, દ્વારકા બેટનાં ગેર કાયદે દબાણો હટાવવાના ખાસ મિશનમાં પણ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવનાં માર્ગદર્શન હેઠળ જેમના સુકાની પદ હેઠળ થયેલ કાર્યવાહીની ખુદ વડા પ્રધાને નોંધ લીધેલ તેવા આ એસપી દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઇમ સીન્ડીકેટનો ખાત્મો બોલાવવા રેન્જ આઇજીનાં માર્ગદર્શનમાં ખાસ સીટ દ્વારા લોક હિતમાં લેવાયેલ પગલાંઓ અંગેની વિગતો અકિલા સમક્ષ વર્ણવી છે, જે આ મુજબ છે.
ગઇ તા. ૧૮/૩/૨૦૨૪ના રોજ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ભાગ બી. ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૭૨૪૦૦૬૩/૨૦૨૪, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી),૨૯ મુજબનો ગુનો નોંધાયેલ. જે ગુનાના કામે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇકવાયરીના અંતે સલાયા વિસ્તારમાં લૂંટ, ખૂનની કોશિષ, મારામારી, રાયોટીંગ, ઘરફોડ ચોરીઓ, પોલીસ સાથે ઘર્ષણ- મારામારી, પ્રોહીબીશન, જુગાર વિગેરે જેવા ગંભીર પ્રકારના ૫૧ જેટલા ગુનાઓ ધરાવી અવિરતપણે છેલ્લા આશરે ૧૦ વર્ષ ગુનાહિત પ્રવળતિ આયરતી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ કાર્યરત હોવાનુ જણાઇ આવેલ. જેના મુખ્ય સુત્રધાર તરીકે (૧) એજાજ રજાકભાઇ સંઘાર (૨) રીઝવાન રજાકભાઇ સંઘારના વડપણ હેઠળ સલાયા વિસ્તારમાં રહેતા વેપારી, સજજન માણસોમાં એક ડરનો ખૌફ ઉભો કરી સતત રીતે ગુનાહિત પ્રવળતિ આચરી આર્થિક અનુચિત લાભ (Proceeds of Crime) મેળવતા હોવાનુ જણાઇ આવેલ. જેમાં સદર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટના સદસ્યો વિરૂધ્ધ તા.૨૪/૦૫/૨૦૨૪ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩ (૪),૩(૫) હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે ગુજરાત રાજયમાં પ્રથમવાર એક એન.ડી.પી.એસ. ગુના ઉપરથી ગુજસીટોક એકટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમ અકિલા સાથેની વાતચીતમાં દ્વારકા એસપી નિતેશ પાંડેએ આ પગલાંઓ લેવાની જરૂરિયાત કેમ પડી? તેની પ્રાથમિકતા વર્ણવતા જણાવેલ હતું
તેમ આરોપીઓ સામેની કાર્યવાહીની વાતચીતમાં અંતે જણાવ્યું છે.
ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટમાં આરોપીઓની સંડોવણીઃ- સદર કાર્યવાહીમાં કુલ ૯ આરોપીઓ (૧) રીઝવાન રજાકભાઇ સંઘાર તથા એજાજ રજાકભાઇ સંઘારનાઓ બન્ને ભાઇઓની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટકના મુખ્ય સુત્રધાર તરીકે રહી પોતાના મળતીયા અન્ય આરોપીઓ (૩) અકરમ રજાકભાઇ સંઘાર (૪) અકબર રજાકભાઇ સંઘાર (૫) અસગર રજાકભાઇ સંઘાર (૬) શબ્બીરહુસૈન ઉર્ફે ભુરો ગુલામહુસૈન સુંભણીયા (૭) અબ્દુલકરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ (૮) જાવિદ આદમભાઇ જસરાયા (૯) જીલ ઉર્ફે જીલીયો કેતનભાઇ વાઘેલા રહે. તમામ સલાયા તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા તથા તપાસમાં નીકળે તે વિગેરે ઇસમો વિરુધ્ધ ગુજસીટોકના કાયદા મુજબ સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ- આ સીન્ડીકેટના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્થાનિક એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ૫ અલગ અલગ ટીમો તૈયાર કરી ટેકનીકલ તથા હ્યુમન સોશ્યિસ આધારે (૧) અકબર રજાકભાઇ સંઘાર (૨) અસગર રજાકભાઇ સંઘાર (૩) શબ્બીરહુસૈન ઉર્ફે ભુરો ગુલામહુસૈન સુંભણીયા (૪) અબ્દુલકરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ (૫) જાવિદ આદમભાઇ જસરાયા રહે. તમામ સલાયાનાઓને અથાગ મહેનતના અંતે હસ્તગત કરી લેવામાં આવેલ છે જેમાં દરીયાઇ રસ્તે નાસી છુટવાનો પ્રયત્ન કરનાર આરોપીનો પણ સમાવેશ થાય છે. આ કામના મુખ્ય સુત્રધારો સહિત અન્ય આરોપીઓ મળી (૧) રીઝવાન રજાકભાઈ સંધાર (૨) એજાજ રજાકભાઇ સંઘાર (૩) અકરમ રજાકભાઇ સંઘાર (૪) જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા રહે. સલાયા કે જેઓ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે..
ચોર ગેંગની ગુનાહિત પ્રવળતિઃ આ સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર આરોપીઓના પિતા રજાક ઇશાકભાઇ સંઘાર કે જેઓ ભૂતકાળમાં સન ૧૯૯૩ના વર્ષ દરમ્યાન સોમાલીયાથી ગેરકાયદેસર રીતે લઇ આવેલ એક કાર્બાઇન ગન તથા કાર્ટીઝ જેવા ઘાતક હથિયારના ગુના પણ પકડાયેલ હતા તેમજ તેઓ વિરૂધ્ધ ટાડા એકટ મુજબની પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સલાયા વિસ્તારમાં મહતમ લોકો મચ્છીમારી તથા વહાણવટાના ધંધા સાથે સંકળાયેલા વેપારી લોકો છે. જેઓની નીચે સામાન્ય લોકો મહેનત મજુરીકામ કરતા આવેલ છે. જે પૈકી મોટા ભાગના વેપારી ધંધાર્થીઓને આ ચોર ગેંગના ઇસમો તેઓને સરળતાથી ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણીની રકમ વસૂલી કરતા આવેલ છે. તેમ છંતા જો કોઇ ખંડણી પેટેના પૈસા ન આપે તેઓના વહાણ સળગાવી દેવાની કે ચોરી કરવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે. આ ઉપરાંત પોતાનુ વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂ આ પ્રકારના નિર્દોષ લોકા સાથે ઝઘડો કરી માર મારી ઇજા પંહોચાડવી,. દુકાનેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, નારકોટીકસને લગત ગુનાહિત પ્રવળતિ આચરવી, દાદાગીરી કરવી, કાયમી હથિયાર સાથે રાખવુ, પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરી પોલીસ સાથે ઘર્ષણ કરવુ, પોલીસ ઉપર હુમલાઓ કરવા, મરચાની ભુકીનો ઉપયોગ કરી લુંટ ચલાવવી, ચોરી છુપીથી ગાંજા જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરવું વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવળતિ તેઓ આચરતા હોવાથી આ ચોર ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ છે.
- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓઃ-
(૧) ના.પો.અધિક્ષકશ્રી હાર્દિક પ્રજાપતિ, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા
(૨) પો.ઈન્સ.શ્રી કે.કે.ગોહિલ એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા.
(૩) ઇ.પો.ઇન્સ.શ્રી પી.સી.શિંગરખીયા એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા.
(૪) પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા.
(૫) ઇ.પો.ઇન્સ..શ્રી વી.એન.શિંગરખીયા સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી.-એસ.ઓ.જી.ટીમના માણસો તથા સલાયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
